બેટિંગ જેવી જ રોમાંચક છે ધ વોલ રાહુલ દ્વવિડની લવ સ્ટોરી, સફળતા પાછળ છે પત્ની વિજેતાનો મોટો હાથ
ભારતીય ક્રિકેટની સૌથી ફેમસ તિકડીમાં મહત્વના ખેલાડી રાહુલ દ્વવિડનો આજે 51 મોં જન્મ દિવસ છે. રાહુલ દ્વવિડે તેની બેટિંગ અને હવે કોચ બનીને ટીમને ઘણુ આપ્યુ છે.
ભારતીય ક્રિકેટમાં રાહુલ દ્રવિડનું નામ ગર્વથી લેવામાં આવે છે. રાહુલ દ્રવિડનો જન્મ 1 જાન્યુઆરી 1973ના રોજ ઈન્દોરમાં થયો છે. દ્રવિડે તેની ક્રિકેટ કારકિર્દીમાં ભારત માટે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી છે.

રાહુલ દ્રવિડ ધ વોલ તરીકે આજે પણ જાણીતો છે. રાહુલ દ્રવિડ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની આગવી છાપ છોડવામાં સફળ રહ્યો. 1996માં રાહુલ દ્રવિડે લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી અને કુલ 164 ટેસ્ટ મેચ રમી. આ દરમિયાન તેના બેટથી 13,288 રન આવ્યા.
ક્રિકેટ પીચ પર બેટથી આતંક મચાવનાર રાહુલ દ્રવિડની લવ લાઈફ પણ શાનદાર રહી છે. રાહુલ દ્રવિડે 4 મે 2003ના રોજ ડૉ. વિજેતા પેંઢારકર સાથે લગ્ન કર્યા. લગ્ન પહેલા રાહુલ દ્રવિડ અને વિજેતા લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. દ્રવિડ અને વિજેતા નાનપણથી જ સારા મિત્રો હતા.
રાહુલ દ્રવિડ 1970 થી તેના પરિવાર સાથે બેંગલુરુમાં રહેતો હતો અને વિજેતા પણ તેના પરિવાર સાથે બેંગલુરુમાં હતી. વિજેતાના પિતાની નિવૃત્તિ બાદ તેમનો આખો પરિવાર નાગપુર શિફ્ટ થઈ ગયોપરંતુ રાહુલ દ્રવિડ વિજેતાને મળવા વારંવાર નાગપુર જતા. રાહુલ દ્રવિડ અને વિજેતા વચ્ચેની આ મિત્રતા થોડા વર્ષો પછી પ્રેમમાં બદલાઈ ગઈ.
આ પછી રાહુલ દ્રવિડે વિજેતાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. વિજેતા પણ રાહુલને ખૂબ પસંદ કરતી હતી અને તે દ્રવિડના પ્રસ્તાવને નકારી ન શકી. તેણીએ લગ્ન માટે હા પાડી દીધી. રાહુલ દ્રવિડ અને વિજેતાનો પરિવાર પણ આ સંબંધથી ખુશ હતો. વર્ષ 2003માં વિજેતા અને રાહુલ દ્રવિડ બંનેના લગ્ન થયા.
રાહુલ દ્રવિડ અને વિજેતાને બે પુત્રો છે. મોટા પુત્રનું નામ સમિત જ્યારે નાના પુત્રનું નામ અન્વય છે. રાહુલ દ્રવિડ અને વિજેતાની લવ સ્ટોરી કોઈ ફિલ્મી છે. રાહુલ દ્રવિડને સપોર્ટ કરવા વિજેતાએ થોડા સમય માટે મેડિકલ પ્રોફેશનમાંથી બ્રેક લીધો હતો. જો કે, રાહુલ દ્રવિડે ક્યારેય વિજેતાને કોઈ કામ કરતા રોકી નથી.
વિજેતાએ રાહુલ દ્રવિડની કારકિર્દીને વધુ મહત્વ આપ્યું. તે દ્રવિડના ખરાબ સમયમાં પણ તેની સાથે રહી. જ્યારે રાહુલ દ્રવિડ તેની ક્રિકેટ કારકિર્દીના ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વિજેતા તેની સાથે તેના સમર્થન તરીકે ઉભી હતી. રાહુલ દ્રવિડને બનાવવામાં વિજેતાનું યોગદાન ઘણું મહત્વનું રહ્યું છે.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી










Click it and Unblock the Notifications
