Qualifier 1 GT vs CSK: જીત સાથે ફાઇનલમાં પહોંચ્યુ ચેન્નાઇ, ગુજરાતને મળશે હજુ એક મોકો
IPLની આજે ક્વોલિફાયર-1માં CSKનો સામનો GT સામે રમાઇ હતી. બંને ટીમો વચ્ચેની આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. ચેન્નાઇએ 7 વિકેટ ગુમાવી 172 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાત 157 રન બનાવી ઓલ આઉટ થઇ ગયુ હતુ. આ સાથે ચેન્નાઇ ફાઇનલમાં પહોંચી ગયુ હતુ.

ગુજરાતના ઓપનર રિદ્ધીમાન સાહા આજે પણ નિષ્ફળ રહ્યાં હતા. સાહાએ 11 બોલમાં 12 રન બનાવ્યા હતા અને આઉટ થઇ ગયો હતો. જે બાદ શુભમન ગિલે 38 બોલમાં 42 રન બનાવ્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યા પણ ફ્લોપ રહ્યો હતો.
દસુન શનાકાએ 17 રન બનાવ્યા હતા. મિલર પણ 4 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. વિજય શંકર અને રાહુલ તેવાટીયા પણ કઇ ખાસ કરી શક્યા ન હતા. રાશિદ ખાને 30 રનની ઇનિંગ રમી હતી. આ હાર સાથે ગુજરાતને ફાઇનલમાં જવાનો હજુ પણ એક મોકો મળશે.
ચેન્નાઇના ઓપનર રૂતુરાજ ગાયકવાડ અને ડ્વેન કોન્વેએ સારી શરૂઆત કરી હતી. ગાયકવાડે 44 બોલમાં 60 રન બનાવ્યા હતા તથા કોન્વેએ 34 બોલમાં 40 રનની ઇનિંગ રમી હતી. આજે શિવમ દુબેનો બલ્લો ચાલ્યો ન હતો. દુબે 1 રન બનાવી આઉટ થઇ ગયા હતા. અજિંક્ય રહાણે પણ 17 રન બનાવી પવેલિયન પરત ફર્યો હતો.
અંબાતી રાયડુએ 9 બોલમાં 17 રન બનાવ્યા હતા. આ પછી રવિન્દ્ર જાડેજાએ 16 બોલમાં 22 રન બનાવ્યા હતા. જાડેજા છેલ્લા બોલે મોટી હીટ મારવા જતા બોલ્ડ થઇ ગયો હતો. મહેન્દ્ર સિંહ ધોની પણ 1 રન બનાવી હાર્દિક પંડ્યાના હાથમાં પોતાનો કેચ આપી દીધો હતો. આ ઉપરાંત મોઇન અલીએ 9 રન બનાવ્યા હતા.
ગુજરાતની બોલિંગની વાત કરીયે તો મોહમ્મદ શમી અને મોહિત શર્માને 2-2 વિકેટ મળી હતી. આ ઉપરાંત દર્શન નલકંડે, નુર અહેમદ અને રાશિદ ખાનને 1-1 વિકેટ મળી હતી.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
