Preview: મુંબઇ ઇન્ડિયન્સ વિ. KKR..મુકાબલો રહેશે રસપ્રદ
આઇપીએલની 10માં સિઝનમાં કેકેઆર એ પોતાની પહેલી જ મેચમાં ગુજરાત લાયન્સને હરાવી ધમાકેદાર શરૂઆત કરી છે.
રવિવારે રાત્રે આઠ વાગ્યે મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે કલકત્તા નાઇટ રાઇડર્સ તથા મુંબઇ ઇન્ડિયન્સ ની મેચ રમાશે. આઇપીએલ 2017 માં કેકેઆર એ પોતાની પહેલી મેચમાં ગુજરાત લાયન્સ ને હરાવી ધમાકેદાર શરૂઆત કરી છે. તો બીજી બાજુ મુંબઇ ઇન્ડિયન્સની ટીમ પોતાની પહેલી મેચ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ સામે હારી ચૂકી છે. આથી મુંબઇની ટીમ પર આ મેચ જીતવાનું દબાણ છે.

- આજે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ પોતાના ઘર આંગણે મેચ રમતી હોવાને કારણે તે શાનદાર રમત સાથે આઇપીએલની 10મી સિઝનમાં વાપસી કરે એવી પૂરી શક્યતા છે.
- મુંબઇની ટીમને લશિથ મલિંગા પર સૌથી વધુ વિશ્વાસ છે, ટીમની પહેલી મેચ તેઓ રમી નહોતા શક્યાં. પરંતુ આજની મેચમાં તે મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઇ શકે છે.
- મલિંગાને કારણે ટીમના અન્ય મજબૂત ખેલાડીઓ ટિમ સાઉદી, હાર્દિક પંડ્યા, મિશેલ મૈક્લેગન તથા જસપ્રીત બુમરાહને સારો સાથ મળી રહેશે.
- પ્રથમ વિજય બાદ શાહરૂખ ખાનની ટીમ કેકેઆર આત્મવિશ્વાસથી ભરપૂર છે. ટીમના તમામ ખેલાડીઓ ફોર્મમાં છે.
- કેકેઆર પાસે ગૌતમ ગંભીર ઉપરાંત મનીષ પાંડે, રોબિન ઉથપ્પા, સૂર્યકુમાર યાદવ, યૂસુફ પઠાણ જેવા બેટ્સમેન છે, જેઓ ગમે ત્યારે ગેમ ચેન્જ કરી શકવા સક્ષમ છે.
- બંન્ને ટીમો પાસે મજબૂત અને ઉત્તમ ખેલાડીઓ છે અને આથી જ ક્રિકેટ રસિયાઓ રસાકસીવાળી મેચની આશા રાખીને બેઠા છે.
સંભાવિત ટીમોઃ
મુંબઇ ઇન્ડિયન્સ - રોહિત શર્મા, પાર્થિવ પટેલ, જોસ બટલર, અંબાતી રાયડુ, કેરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ક્રુણાલ પંડ્યા, નિતિશ રાણા, મિશેલ મૈક્લેગન, જસપ્રીત બુમરાહ, લસિથ મલિંગા
કલકત્તા નાઇટ રાઇડર્સ - ગૌતમ ગંભીર(કપ્તાન), ક્રિસ લિન, રોબિન ઉથપ્પા, મનીષ પાંડે, યૂસુફ પઠાણ, સૂર્યકુમાર યાદવ, ક્રિસ વોક્સ, પીયૂષ ચાવલા, કુલદીપ યાદવ, સુનીલ નરેન, ટ્રેંટ બાઉલ્ટ
More From
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
