સાનિયા મિર્ઝાથી અલગ થયાને હજુ થોડા દિવસો પણ નથી થયા અને શોએબ મલિકે કરી લીધા લગ્ન, જાણો કોણ છે નવી પત્ની
Shoaib Malik Sana Javed: પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે ફરી લગ્ન કર્યા છે. શોએબ મલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા છે. ભૂતપૂર્વ ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાથી અલગ થયાને થોડા દિવસો પણ થયા ન હતા કે શોએબ મલિકે લગ્ન કરી લીધા.
સાનિયા મિર્ઝાથી છૂટાછેડાની અફવાઓ વચ્ચે 41 વર્ષીય શોએબ મલિકે સના જાવેદ સાથે લગ્ન કર્યા છે. જો કે, શોએબથી સાનિયાના છૂટાછેડાના સમાચારની હજુ પુષ્ટિ થઈ નથી. પરંતુ બંને થોડા મહિનાઓથી એકબીજા સાથે રહેતા નથી.

શોએબ મલિકે ખુદ ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. શોએબ મલિકે તસવીરો શેર કરીને લખ્યું, "અલહમદુલિલ્લાહ, ઉપરવાળાએ જોડી બનાવી દીધી" શોએબ મલિકના આ ત્રીજા લગ્ન છે.
- Alhamdullilah ♥️
— Shoaib Malik 🇵🇰 (@realshoaibmalik) January 20, 2024
"And We created you in pairs" وَخَلَقْنَاكُمْ أَزْوَاجًا pic.twitter.com/nPzKYYvTcV
સના જાવેદ પાકિસ્તાનની જાણીતી અભિનેત્રી અને મોડલ છે. 28 વર્ષની સના જાવેદે પાકિસ્તાનના ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. સના જાવેદના ટીવી શોની વાત કરીએ તો, તે એ મુશ્ત-એ-ખાક, ડંક સહિત ઘણી ટીવી સિરિયલોમાં જોવા મળી છે. સના જાવેદ ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. સના જાવેદના પણ આ બીજા લગ્ન છે, તેના અગાઉ છૂટાછેડા થઈ ગયા હતા. સના જાવેદના પહેલા પતિનું નામ મેર જસવાલ હતું. બંનેએ 2020માં લગ્ન કર્યા હતા. બંનેના છૂટાછેડા થઈ ગયા છે.
શોએબ મલિક અને સના જાવેદના ડેટિંગની અફવાઓ પહેલાથી જ હતી. ગયા વર્ષે, શોએબ મલિકે સના જાવેદને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવીને આ અટકળોને વધુ વેગ આપ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર પોતાની અને સનાની એક તસવીર શેર કરીને તેને અભિનંદન પાઠવ્યા હતા. પોસ્ટ પર કેપ્શન લખ્યું છે: "હેપ્પી બર્થડે બડી."
શોએબ મલિક એ વખતે પણ સના જાવેદના સમર્થનમાં બહાર આવ્યો હતો જ્યારે તેણે સેટ પર જુનિયર્સ અને મેક-અપ કલાકારો પ્રત્યેના તેના કથિત અશિષ્ટ વર્તન માટે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
શોએબ મલિકે કહ્યું હતું કે, "હું સના જાવેદને લાંબા સમયથી ઓળખું છું અને તેની સાથે ઘણી વખત કામ કરવાની તક મળી છે, મારા અંગત અનુભવથી હું એટલું જ કહી શકું છું કે તે હંમેશા મારા અને આસપાસના લોકો પ્રત્યે દયાળુ અને વિનમ્ર રહી છે."
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
