PAK vs SL, World Cup 2023: મેન્ડિસ અને સમરવિક્રમાએ લગાવી સદી, પાકિસ્તાન સામે 345 રનનો ટારગેટ
PAK vs SL, World Cup 2023: વિશ્વ કપની 7મી મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઇ રહી છે. પાકિસ્તાનની સામે શ્રીલંકાએ પહેલા 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન સાથે 344 રન બનાવ્યા છે. પાકિસ્તાનને આ મેચ વચ્ચે 345 રન બનાવવા પડશે.
શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શ્રીલંકા તરફથી કુસલ મેન્ડિસે સૌથી વધુ 122 રન બનાવ્યા હતા.

કુસલ મેન્ડિસે 122 રન બનાવ્યા - કુસલ મેન્ડિસે 65 બોલમાં સદી ફટકારીને મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તે વિશ્વ કપમાં શ્રીલંકા માટે સૌથી ઝડપી 100 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
મેન્ડિસ પહેલા કુમાર સંગાકારાએ 70 બોલમાં સદી ફટકારી હતી. આ મેચમાં મેન્ડિસ 77 બોલમાં 122 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. મેન્ડિસને પેવેલિયન મોકલવાનું કામ હસન અલીએ કર્યું હતું.
સમરવિક્રમાની પ્રથમ સદી - સદિરા સમરવિક્રમાએ તેની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે. તે 89 બોલમાં 108 રન બનાવીને હસન અલીના હાથે કેચ આઉટ થયો હતો. શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી હતી, અને કુસલ પરેરા ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો.
હસન અલીએ પરેરાને વિકેટકીપર રિઝવાનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. કુસલે ચાર બોલનો સામનો કર્યો, પરંતુ તે ખાતું પણ ખોલી શક્યો નહીં. પાકિસ્તાન તરફથી હસન અલી સૌથી વધુ 4 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
શ્રીલંકાની પ્લેઇંગ ઇલેવન - પથુમ નિસાંકા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ (wk), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, ધનંજય ડી સિલ્વા, દાસુન શનાકા (c), દુનીથ વેલાલાગે, મહિષ તિક્ષાના, મથિશા પાથિરાના, દિલશાન મદુશંકા
પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન - અબ્દુલ્લા શફીક, ઇમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, હસન અલી, શાહીન આફ્રિદી, હરિસ રઉફ
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ










Click it and Unblock the Notifications
