ODI World Cup 2023 : વર્લ્ડ કપમાં અશ્વિનની એન્ટ્રી થઈ શકે છે, જાણો શું કહ્યું કોચ રાહુલ દ્રવિડે?
એશિયા કપ જીતીને હવે ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા સામે ઘર આંગણે સિરીઝ રમવા જઈ રહી છે. ઓસ્ટ્રેલિયા સામેની ટીમમાં આર અશ્લિનની એન્ટ્રી થતા હવે અટકળો શરૂ થઈ છે કે વર્લ્ડકપ ટીમમાં પણ ભારતની એન્ટ્રી થઈ શકે છે.
આર અશ્વિનને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અશ્વિન લાંબા સમય બાદ વનડે ટીમમાં વાપસી કરી રહ્યો છે.

અશ્વિને ભારત માટે તેની છેલ્લી વનડે મેચ જાન્યુઆરી 2022માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી. લગભગ 21 મહિના બાદ આર અશ્વિન ફરી એકવાર ODI ટીમમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.
કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં આર અશ્વિનને લઈને કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલ દ્રવિડે કહ્યું કે, અશ્વિનનો અનુભવ અમારા માટે સારો છે, તે 8મા નંબર પર બેટિંગ કરી શકે છે. તે હંમેશા અમારી યોજનામાં હતો.
આવી સ્થિતિમાં અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થયા બાદ અમે તેને ટીમમાં પાછા બોલાવવાનું કામ કર્યું. અશ્વિન માટે ઓસ્ટ્રેલિયા સિરીઝ ઘણી મહત્વની બની રહેશે.
જો કે કોચ રાહુલ દ્રવિડે હજુ સુધી અશ્વિનના વર્લ્ડ કપ ટીમમાં હોવા અંગે કોઈ માહિતી આપી નથી. તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે કે તેમના મોટા ખેલાડીઓ મોટી ટુર્નામેન્ટ અને મોટી મેચો માટે તૈયાર થાય.
આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા સિરીઝ અશ્વિન માટે મોટો પડકાર હશે. અમને તેની પ્રતિભા પર કોઈ શંકા નથી, પરંતુ ખેલાડી માટે લાંબા સમય પછી કોઈપણ ફોર્મેટમાં રમવું ખૂબ મુશ્કેલ કામ છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
