World Championships 2023: આજે ગોલ્ડ પર હશે નીરજ ચોપડાની નજર, આ રીતે જુઓ ભાલા ફેંકની ફાયનલ

javelin final of World Championships 2023 : વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપડાએ મેન્સ જેવલિન થ્રો ઇવેન્ટમાં પહેલીવારમાં જ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

નીરજ ચોપડા સાથે ભારતના બે અન્ય ખેલાડીઓ પણ ભાલા ફેંકની ફાયનલમાં પહોંચ્યા છે. જેમાં ડીપી મનુ અને કિશોર જેનાનો સમાવેશ થાય છે. આજે આ ત્રણેય ખેલાડીઓ ભારત માટે મેડલ જીતવા માટે મેદાનમાં ઉતરશે.

javelin final of World Championships 2023

ફાયનલમાં પહોંચ્યા ભારતના ત્રણ ખેલાડી - પુરુષોની ભાલા ફેંક સ્પર્ધામાં, નીરજ, જેણે તેના પ્રથમ પ્રયાસમાં 88.77 મીટરના થ્રો સાથે ફાયનલમાં પ્રવેશ મેળવ્યો હતો, તે હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. આ સિવાય ડીપી મનુ અને કિશોર અનુક્રમે છઠ્ઠા અને નવમા સ્થાન પર છે. ડીપી મનુએ ફાયનલ માટે 81.31 મીટર થ્રો કર્યો હતો, જ્યારે ક્વોલિફિકેશન ગ્રુપ બીમાં એકમાત્ર ભારતીય કિશોર જેનાએ 80.55 મીટર થ્રો કર્યો હતો.

ફાયનલમાં નીરજ અને નદીમ વચ્ચે કાંટાની ટક્કર - નીરજ સિવાય પાકિસ્તાનના અરશદ નદીમ અને ચેક રિપબ્લિકના જેકોબ વાડલેચ ફાઈનલ માટે આપોઆપ ક્વોલિફાય થઈ શક્યા હતા. અરશદ નદીમે તેના અંતિમ પ્રયાસમાં 86.79 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે બીજું સ્થાન મેળવ્યું હતું, જ્યારે ટોક્યો ઓલિમ્પિક્સના સિલ્વર મેડલ વિજેતા જેકબ વાડલેચ 83.50 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે ક્વોલિફિકેશનમાં ત્રીજા સ્થાને રહ્યો હતો.

ક્યારે છે જેવલિન થ્રો ઇવેન્ટની ફાઇનલ મેચ? - વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેન્સની ભાલા ફેંક ટુર્નામેન્ટની ફાયનલ આજે, રવિવારે (27 ઓગસ્ટ) રમાશે. જેવલિન થ્રો ઈવેન્ટની ફાયનલ ક્યાં યોજાશે? - વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં મેન્સની ભાલા ફેંક ટુર્નામેન્ટની ફાયનલ બુડાપેસ્ટ, હંગેરીમાં યોજાશે.

જેવલિન થ્રો ઈવેન્ટની ફાયનલ મેચનો સમય - વિશ્વ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં મેન્સની ભાલા ફેંક ટુર્નામેન્ટની ફાયનલ રાત્રે 11:45 કલાકે શરૂ થશે. જેવલિન થ્રો ઇવેન્ટની ફાયનલ ક્યાં જોઈ શકું? - વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેન્સની ભાલા ફેંક ટુર્નામેન્ટનું ભારતમાં સ્પોર્ટ્સ18 નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

જેવલિન થ્રો ઇવેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યાં ઉપલબ્ધ હશે? - વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મેન્સની ભાલા ફેંક ટુર્નામેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ JioCinema એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X