હાર્દિક પંડ્યાને છોડીને આ વ્યક્તિને ડેટ કરી રહી હતી નતાશા? જાણો શું કે ડિવોર્સનું સાચુ કારણ?
ક્રિકેટર હાર્દિક પંડ્યા તેની અંગત લાઈફને લઈને સતત ચર્ચામાં છે. તેની પત્ની નતાશા સાથે ડિવોર્સની ખબરો વચ્ચે હવે ઘણા ખુલાસા સામે આવી રહ્યા છે.
હાર્દિક અને તેની પત્ની નતાશાના છૂટાછેડાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જો કે, આ દંપતીએ હજુ સુધી આ અફવાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ દરમિયાન નતાશાનો તેના એક્સ બોયફ્રેન્ડ સાથેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

અહેવાલો અનુસાર, હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા ટૂંક સમયમાં અલગ થઈ શકે છે. નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હાર્દિક પંડ્યાની સરનેમ પણ હટાવી દીધી છે. આ સિવાય બંને એકબીજાની પોસ્ટ પણ લાઈક કરતા નથી. જે બાદ એવા અહેવાલો છે કે બંને જલ્દી છૂટાછેડા લઈ શકે છે.
જો કે, આ અફવાઓ વિશે માત્ર હાર્દિક અને નતાશા જ સત્ય કહી શકે તેમ છે. પરંતુ છૂટાછેડાની અફવાઓ વચ્ચે નતાશાનો તેના પૂર્વ બોયફ્રેન્ડ અને ટીવી અભિનેતા અલી ગોની સાથેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અલી ગોનીએ ખુલાસો કર્યો હતો કે તે બ્રેકઅપ બાદ પણ નતાશાને ઘણીવાર મળતો હતો.
આ વીડિયો રિયાલિટી શો નચ બલિયે 9નો છે. જેમાં બંનેએ વર્ષ 2018માં બ્રેકઅપ બાદ સાથે ભાગ લીધો હતો. આમાં જજ અહેમદ ખાને અલી ગોની અને નતાશાને પૂછ્યું કે શું તે 5 વર્ષની ડેટિંગ બાદ અલગ થઈ ગયા છે?
આના જવાબમાં અલીએ કહ્યું, ના, અમે 4 વર્ષ પછી બ્રેકઅપ કર્યું, અમે સમયાંતરે મળતા હતા. આના પર નતાશા કહે છે કે તે અલી સાથે બે વખત રિલેશનશિપમાં રહી છે.
આ પછી જજ અહેમદ પૂછે છે કે પાંચ વર્ષમાં ચાર વર્ષમાં બ્રેકઅપ થયું. બે વર્ષથી રિલેશનશિપમાં હતા અને એકબીજાને મળતા રહ્યા? પછી હોસ્ટ મનીષ પોલ મજાકમાં કહે છે કે જો આપણે મળતા રહીએ તો આપણે ભૂલી જઈએ છીએ કે બ્રેકઅપ થઈ ગયું છે. પછી અહમદ અહીં અટકતો નથી, તે બંનેને તેમના સંબંધો વિશે પૂછે છે. જેના જવાબમાં અલી કહે છે, મને ખબર નથી કે સર તે શું છે. અમે પણ સમજી શકતા નથી.
જણાવી દઈએ કે આ શો દરમિયાન એટલે કે વર્ષ 2018માં સમાચાર આવવા લાગ્યા હતા કે નતાશા હાર્દિક પંડ્યાને ડેટ કરી રહી છે. આ પછી બંનેએ વર્ષ 2020 માં ગુપ્ત રીતે લગ્ન કરી લીધા અને તે સમયે નતાશા ગર્ભવતી હતી.
આ પછી બંનેએ વર્ષ 2023 માં 14 ફેબ્રુઆરીના રોજ ભવ્ય રીતે લગ્ન કર્યા હતા. હાલમાં આ વીડિયો વાયરલ થયા બાદ હાર્દિકના ફેન્સ નતાશાને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
