Video: જયારે ધોની ની હરકત થી ગ્રાઉન્ડ પર ગભરાયા સર જાડેજા
ગઈ કાલે ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે પુણેમાં મેચ રમાઈ. આ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે હૈદરાબાદ ને 8 વિકેટે હરાવ્યું.
ગઈ કાલે ચેન્નાઇ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે પુણેમાં મેચ રમાઈ. આ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સે હૈદરાબાદ ને 8 વિકેટે હરાવ્યું. ચેન્નાઇ સુપર કિંગ્સ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું. હૈદરાબાદ ની બેટિંગ દરમિયાન મેદાન પર કંઈક એવું જોવા મળ્યું તે સ્ટેડિયમમાં હાજર દર્શકોને ખુબ જ સારું મનોરંજન જોવા મળ્યું.

ધોનીએ બોલ પકડીને જાડેજા તરફ ફેંકવાનો એક્શન કર્યો
સનરાઇઝર્સ હૈદરાબાદ બેટિંગ દરમિયાન સાતમા ઓવરની છેલ્લી બોલમાં કંઈક અલગ જ નજારો જોવા મળ્યો. હરભજનની બોલ પર શિખર ધવને હલકા હાથે એક શોટ રમ્યો અને એક રન લેવા માટે દોડ્યા. ધોની જલ્દીથી બોલ પાછળ દોડ્યા કારણકે બેટ્સમેન બીજો રન લઇ નહીં શકે. તે દરમિયાન જાડેજા પણ બોલ તરફ આગળ વધી રહ્યા હતા. ધોનીએ બોલ પકડતા જ જાડેજા તરફ ફેંકવાની એક્શન કરી. જેનાથી જાડેજા અચાનક ગભરાઈ ગયા. જાડેજાના રિએક્શનથી ધોની હસી પડયા અને સ્ટેડિયમમાં હાજર દર્શકો પણ મજા લેવા લાગ્યા.
|
ચેન્નાઇ ને મળ્યો 179 રનનો ટાર્ગેટ
આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફ થી શિખર ધવને 49 બોલમાં 79 રન બનાવ્યા. જયારે કેન વિલિયમસને 39 બોલમાં 51 રન બનાવ્યા. જેના કારણે તેમને 179 રનનો ટાર્ગેટ સેટ કર્યો. તેના જવાબમાં ચેન્નાઇ તરફથી શેન વોટસન 57 રન અને અંબાતી રાયડુની સેન્ચુરી ઘ્વારા ચેન્નાઇ એ 19 ઓવરમાં જીત મેળવી લીધી.

અંબાતી રાયડુ ની શાનદાર સેન્ચુરી
ચેન્નાઇ તરફ થી અંબાતી રાયડુએ શાનદાર સેન્ચુરી ફટકારી અને ટીમને જીત અપાવી. ચેન્નાઇએ હૈદરાબાદ ને 8 વિકેટે હરાવ્યું. આ જીત સાથે જ ચેન્નાઇ પ્લે ઓફ માટે કવોલિફાય થઇ ચૂક્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
