MS Dhoni : IPL નો નવો નિયમ ધોનીને મેદાન બહાર કરશે? જાણો કેવી રીતે બની શકે છે મુશ્કેલી?
આઈપીએલ 2025 ના મેગા ઓક્શન પહેલા નિયમોમાં ઘણા ફેરફાર કરાઈ રહ્યાં છે. હવે અહેવાલો છે આ નિયમોને કારણે મહેન્દ્ર સિંહ ધોનીને મેદાન છોડવુ પડી શકે છે.
અહેવાલો અનુસાર, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI IPL એક નિયમ લાવવાનું વિચારી રહ્યું છે. જેમાં ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ખેલાડીઓને અનકેપ્ડ ગણવામાં આવશે.

સમાચારો અનુસાર, આ ફેરફારની જાહેરાત 2025ની ઈન્ડિયન પ્રીમિયર લીગ સીઝન પહેલા થઈ શકે છે. IPLની પ્રથમ સિઝનમાં રજૂ કરવામાં આવેલો આ નિયમ ઉપયોગના અભાવે 2021માં બંધ કરવામાં આવ્યો હતો.
આઇપીએલ ફ્રેન્ચાઇઝી માલિકો અને બીસીસીઆઇના અધિકારીઓ વચ્ચેની તાજેતરની મીટિંગ દરમિયાન આ નિયમ ફરીથી ચર્ચામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, ચેન્નાઇ સુપર કિંગ્સે પણ આ નિયમને પરત લાવવાની હિમાયત કરી છે. જો કે ચેન્નાઈએ આ વાતને રદીઓ આપ્યો છે.
માનવામાં આવે છે કે આ નિયમના અમલથી ચેન્નાઈ સુપર કિંગ્સનો ફાયદો થશ. ધોનીને અનકેપ્ડ ખેલાડી તરીકે રાખી શકાશે અને તેને જાળવી રાખવાનો ખર્ચ ઓછો થશે. માહીએ 15મી ઓગસ્ટ 2020માં નિવૃત્તિની જાહેરાત કરી હતી.
આ પ્રમાણે જોઈએ તો માહીને નિવૃત્ત થયાને ચાર વર્ષ થયા છે અને આવતા વર્ષે પાંચ વર્ષ થશે. જો IPL એપ્રિલમાં શરૂ થાય છે તો 5 વર્ષ પૂરા નહીં થાય. આવી સ્થિતિમાં તેને અનકેપ્ડ કેટેગરીમાં રાખવો કદાચ મુશ્કેલ હશે.
જો આ નિયમ સમગ્ર પાંચ વર્ષ માટે લાગુ કરવામાં આવે છે તો માહીને અનકેપ્ડ ગણવામાં આવશે નહીં કારણ કે તેના પાંચ વર્ષ 15 ઓગસ્ટ 2025ના રોજ પૂર્ણ થશે.
BCCI 31 જુલાઈની બેઠક દરમિયાન અન્ય ફ્રેન્ચાઈઝીના મર્યાદિત સમર્થન છતાં આ નિયમ પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે. સૂત્રો અનુસાર, નિયમ પાછા આવવાની પ્રબળ સંભાવના છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
