Most Sixes in World Cup: રોહિત શર્માએ વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો
રોહિત શર્માએ ICC મેન્સ ODI વર્લ્ડ કપ 2023 સેમિફાઇનલ મેચમાં ભારતીય ઇનિંગ્સની ઝડપી શરૂઆતની વચ્ચે કેરેબિયન સુપરસ્ટાર ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો છે. ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં રોહિત શર્માએ ODI વર્લ્ડ કપમાં 50 છગ્ગા મારનાર પહેલો ક્રિકેટર બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે નોંધાયેલો હતો, ક્રિસ ગેલના નામે વનડે વર્લ્ડ કપમાં 49 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ નોંધાયેલો છે.

રોહિત શ્માએ પ્રથમ પાંચ ઔઓરમાં ટ્રેન્ટ બોલ્ટ અને ટિમ સાઉથી જેવા બોલર્સની ધોલાઈ કરી પોતાની કાબેલિયત ફરી એકવાર ઉજાગર કરી દેખાડી છે. તેણે ટ્રેન્ટ બોલ્ટ અને સાથી જેવા બોલર્સની ફાઈન બોલને બાઉન્ડ્રી બહાર પહોંચાડી ભારતીય ટીમને શાનદાર શરૂઆત અપાવી દીધી.
મેન ઇન બ્લુએ આ મેચમાં અપરિવર્તિત પ્લેઇંગ ઇલેવન સાથે પ્રવેશ કર્યો છે અને રોહિતે આ ક્ષણે વિશ્વ ક્રિકેટમાં સૌથી વધુ સાતત્યપૂર્ણ પક્ષો પૈકી એક તરીકે કિવિઝની પ્રશંસા કરી છે.
રોહિતે ટોસ પછી રવિ શાસ્ત્રીને કહ્યું હતું કે, "અમે પહેલા બેટિંગ કરશું. પીચ સારી લાગી રહી છે. સ્લોવર સાઇડ લાગી રહી છે. આપણે જે પણ કરીએ તેમાં અમારે સારું કરવાની જરૂર છે. મને તો આ 2019 જેવું લાગી રહ્યું છે જ્યારે આપણે સેમીફાઈનલ રમ્યા હતા. ન્યૂઝીલેન્ડ સતત કન્સિસ્ટન્ટ ટીમ રહી છે. આ ખુબ મહત્વનો દિવસ છે."












Click it and Unblock the Notifications
