IPL છોડીને ગર્લફ્રેંડ સાથે લગ્ન કરવા પહોંચી ગયો આ ખેલાડી, તસવિરો આવી સામે
IPL 2023ની શરૂઆત દિલ્હી કેપિટલ્સ માટે નિરાશાજનક રહી છે. ટીમને તેની પ્રથમ ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીને પ્રથમ મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ, બીજી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને ત્રીજી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીને હવે તેની આગામી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો સામનો કરવો પડશે જ્યાં દિલ્હીએ જીતવાની કોશિશ કરવી પડશે.

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સે મિશેલ માર્શના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે. માર્શ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે. તે પ્રથમ બે મેચમાં ટીમનો ભાગ હતો, પરંતુ ત્રીજી મેચ પહેલા તેણે એક સપ્તાહની રજા લીધી અને ઓસ્ટ્રેલિયા પરત ફર્યો. મિશેલ માર્શ IPL છોડીને પોતાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા ઓસ્ટ્રેલિયા આવ્યો હતો. માર્શની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
Best Day of my life ❤️ pic.twitter.com/oqyln6VqFS
— Mitchell Marsh (@ImMitchelmarsh) April 10, 2023
મિશેલ માર્શે પોતાના લગ્ન માટે IPL અધવચ્ચે જ છોડી દીધી છે. જોકે, તે એક સપ્તાહ બાદ પરત ફરે તેવી શક્યતા છે. માર્શના લગ્નમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેટલાક ખેલાડીઓ હાજર રહ્યા હતા. જોશ હેઝલવુડ અને પેટ કમિન્સના લગ્ન દરમિયાનની કેટલીક તસવીરો ચર્ચામાં આવી છે. પેટ કમિન્સે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી માર્શના લગ્નની કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી છે.
દિલ્હી કેપિટલ્સની ટીમ અત્યારે ઘણી સમસ્યાઓમાંથી પસાર થઈ રહી છે. નિયમિત કેપ્ટન રિષભ પંતની ઈજા બાદ ટીમની જવાબદારી ડેવિડ વોર્નરના ખભા પર છે. પરંતુ વોર્નર અત્યાર સુધી પ્રથમ ત્રણ મેચમાં ટીમને એક પણ જીત અપાવી શક્યો નથી. મિશેલ માર્શ દિલ્હીનો મહત્વનો ખેલાડી છે. પ્રથમ બે મેચમાં તે બેટથી પણ ફ્લોપ રહ્યો હતો. આવી સ્થિતિમાં દિલ્હીની ટીમ આગામી આઈપીએલ મેચોમાં આ મેચવિનર પાસેથી વધુ સારા પ્રદર્શનની આશા રાખશે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
