IPL 2020: માઈકલ વૉને ટૉમ બેન્ટનને સલાહ આપી, કહ્યું- KKRનો સાથ છોડી દે
IPL 2020: માઈકલ વૉને ટૉમ બેન્ટનને સલાહ આપી, કહ્યું- KKRનો સાથ છોડી દે
ઈંગ્લેન્ડના યંગ ટર્ક બેટ્સમેન ટોમ બેન્ટર બિગ બેશ લીગમાં ધમાકેદાર પ્રદર્શન કરી ચૂક્યા છે. ઈંગ્લેન્ડમાં સમરસેટ તરફથી પણ બેન્ટન મેદાન પર ધમાલ મચાવી ચૂક્યા છે. હવે બીબીએલમાં તે બ્રિસ્બેન હિટ તરફથી આક્રમક બેટિંગ કરી રહ્યા છે. આઈપીએલની હરાજીમાં તેમની બેઝ પ્રાઈઝ તો 20 લાખ હતી, પરંતુ કોલકાતાએ તેમને 1 કરોડ રૂપિયામાં ખરીદ્યા. પરંતુ ઈંગ્લેન્ડના કેપ્ટન માઈકલ વૉન ઈચ્છે છે કે બેન્ટને આઈપીએલમાં ન રમવું જોઈએ. વૉનનું માનવું છે કે ટોમ બેન્ટને કાઉન્ટી ચેમ્પિયનશિપ રમવી જોઈએ, જેથી તે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં પોતાનું સ્થાન બનાવી શકે.

વૉને ટેલિગ્રાફ સ્પોર્ટમાં પોતાની કોલમમાં લખ્યુ છે,’જો હું ઈનચાર્જ હોત તો બેન્ટને ફોન કરીને કહેતો કે તે આઈપીએલ ડીલ છોડી અને કેટલાક અઠવાડિયા માટે કાઉન્ટી સિઝનમાં સમરસેટ તરફથી રમે. કારણ કે ઈંગ્લેન્ડને ટેસ્ટ ટીમમાં નંબર 6 પર સારા બેટ્સમેનની જરૂર છે. હું બેન્ટને બેટિંગ કરતા જોઈ ચૂક્યો છે. તે આગામી સમયનો સુપર્સાટર છે. પણ મને સમજાતુ નથી કે કરિયરના આ તબક્કે તેણે આઈપીએલ રમવી જોઈએ કે નહીં. કારણ કે તેમાં બેન્ટને વધુ મેચ રમવા મળશે કે નહીં તે નક્કી નથી.’
વૉને લખ્યુ છે,’આઈપીએલ રાહ જોઈ શકે છે. તેમની પાસે આ લીગમાં રમવા માટે લાંબો સમય છે. હાલ બેન્ટને ચાર દિવસી ક્રિકેટ પર ફોકસ કરવું જોઈએ અને કેટલીક આક્રમક સદીઓ ફટકારવી જોઈએ.’ વૉન માને છે કે બેન્ટનમાં ખૂબ ટેલેન્ટ છે અને તે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવી શકે છે. એટલે જ વૉને પોતાની કૉલમમાં લખ્યુ છે,’ઈંગ્લેન્ડ પાસે ટોપ ઓર્ડરમાં રૉરી બર્ન્સ, સિબલે કે ક્રોલે, પોપ, રુટ, સ્ટોક્સ, બેન્ટન અને સાત નંબર પર વિકેટકીપર બેટ્સમેન બેન ફોક્સ હોઈ શકે છે. તો ઈંગ્લેન્ડનો બેટિંગ ઓર્ડર સુધરી શકે છે.’
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
