MI vs CSK : મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીત્યો, પહેલા બોલિંગ કરવાનો નિર્ણય
મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાવા જઈ રહેલા મુકાબલામાં મુંબઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
સતત ત્રણ મેચમાં હાર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સે છેલ્લી બે મેચ જીતી મેળવીને ગતિ પકડી લીધી છે. આજે મુંબઈ ઈન્ડિયન્સ તેની છઠ્ઠી આઈપીએલ મેચ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમમાં ફેરફારની વાત કરીએ તો ચેન્નાઈમાં પથિરાનાની જગ્યાએ તિક્ષ્ણાની એન્ટ્રી થઈ છે.
મુંબઈમાં કોઈ ફેરફાર થયો નથી. ચેન્નાઈ સુપર કિંગ્સ આ સિઝનમાં ઘરની બહાર સારું પ્રદર્શન કરી શકી નથી. પાંચ મેચમાંથી ચેન્નાઈએ ત્રણ જીત નોંધાવી છે અને તમામ મેચ ચેન્નાઈમાં જીતી છે. ચેન્નાઈની બહાર રમાયેલી બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈએ પણ તેની બે મેચ વાનખેડે સ્ટેડિયમમાં જ જીતી છે.
મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ આ સિઝનમાં ટીમને શાનદાર શરૂઆત અપાવી છે. તેના બેટમાંથી જે રન ઝડપથી આવે છે. રોહિત શર્મા પાવરપ્લેમાં નવા બોલ પર સારી બેટિંગ કરી રહ્યો છે. તેની પાસેથી આજે ચેન્નાઈ સામે વિસ્ફોટક રન બનાવવાની આશા છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ માટે કેપ્ટન રુતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્રની જોડી ખાસ છે. રવિન્દ્રએ અત્યાર સુધી કેટલાક પ્રસંગોએ પોતાના બેટથી સારી બેટિંગ કરી છે. ગાયકવાડનું બેટ ખામોશ છે. આ બંને વચ્ચેની ઓપનિંગ ભાગીદારી ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખાસ બની રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
