બોલ્ડનેસમાં હોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપે છે માર્કસ સ્ટોઈનિસની ગર્લફ્રેન્ડ, આવી રીતે શરૂ થઈ હતી લવ સ્ટોરી
ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનૌ સુપર જાયન્સ વચ્ચેના મુકાબલામાં માર્કસ સ્ટોઈનિસે ધમાકેદાર સદી ફટકારીને લખનૌને જીત અપાવી દીધી. આ જીત બાદ તેની અંગત લાઈફને લઈને પણ ચર્ચા થઈ રહી છે.
મેદાન પર ચોગ્ગા અને છગ્ગા ફટકારનાર માર્કસ સ્ટોઈનિસની ગર્લફ્રેન્ડ કમાલની ખૂબસૂરત છે. ફેન્સ સ્ટોઈનિસની ગર્લફ્રેન્ડને બાર્બી ડોલ પણ કહે છે.

સ્ટોઇનિસને મેદાન પર છગ્ગા અને ચોગ્ગા મારતા અને બેટ્સમેનોના સ્ટમ્પ વિખેરતા જોયો હશે. પરંતુ તેમનું અંગત જીવન લાઈમલાઈટથી દૂર છે. આ સ્થિતિમાં અમે તમને તેની ગર્લફ્રેન્ડ સાથે પરિચય કરાવવા જઈ રહ્યાં છીએ.
સ્ટોઇનિસની ગર્લફ્રેન્ડનું નામ સારા ઝારનુચ છે. તે એક મોડલ અને ડિઝાઇનર છે. આ સિવાય ઝારનુચ પેપરમાં બ્યુટી કોલમ પણ લખે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સ્ટોઇનિસ અને ઝારનુચ પહેલીવાર બિગ બેશ લીગમાં મળ્યા હતા. આ જ મીટિંગમાં જ બંનેનું દિલ એકબીજા પર આવી ગયુ અને પ્રેમમાં પડ્યા.
સારા ઝારનુચ તેની સુંદરતા અને ફિટનેસ માટે ખૂબ જ પ્રખ્યાત છે. તેની ફિટનેસ ખરેખર જોવા જેવી છે. તેના અદભૂત દેખાવને કારણે ચાહકો તેને બાર્બી ડોલ કહીને બોલાવે છે.
સારા ઝારનુચ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. લગભગ એક લાખ 25 હજાર લોકો તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે.
જણાવી દઈએ કે, ચેન્નાઈ સામેના મુકાબલામાં સ્ટોઈનિસે ધમાકેદાર અંદાજમાં બેટિંગ કરી અને લખનૌને મેચ જીતાડી દીધી. આ મુકાબલામાં સ્ટોઈનિસે નોટઆઉટ 124 રન બનાવ્યા.












Click it and Unblock the Notifications
