ધોનીની કપ્તાનીમાં કર્યું હતું ડેબ્યૂં, હવે આ ખેલાડી લેશે સંન્યાસ
ભારતીય ક્રિકેટર મનોજ તિવારીએ ગુરુવારના રોજ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. મનોજ તિવારીએ પોતાના ઇન્ટાગ્રામ અકાઉન્ટ મારફતે સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. જે કારણે ક્રિકેટ જગતમાં વાતવરણ ગરમાયું છે.
મનોજ તિવારીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ક્રિકેટની રમતને અલવિદા, આ રમતે મને બધું આપ્યું. મારો મતલબ એ બધું છે કે, જેનું મેં ક્યારેય સ્વપ્ન પણ નહોતું જોયું, શરૂઆતથી જ જ્યારે મારું જીવન વિવિધ પડકારોમાંથી પસાર થઈ રહ્યું હતું. આ રમત માટે હંમેશા આભારી રહીશ અને ભગવાનનો પણ આભારી રહીશ, જેણે મને હંમેશા સાથ આપ્યો.

37 વર્ષીય તિવારીએ આગળ લખ્યું હતું કે, હું આ તકનો લાભ ઉઠાવવા ઈચ્છું છું કે, જેમણે મારી ક્રિકેટની સફરમાં ભૂમિકા ભજવી તેમનો આભાર માનવો. હું મારા બાળપણથી લઈને છેલ્લા કોચ સુધી દરેકનો આભાર માનું છું, જેમણે મારી ક્રિકેટની સિદ્ધિઓમાં ભૂમિકા ભજવી હતી.
માનવેન્દ્ર ઘોષ મારા પિતા સમાન કોચ રહ્યા છે, જેઓ મારી ક્રિકેટ સફરના આધારસ્તંભ રહ્યા છે. જો તે ન હોત તો હું ક્રિકેટની દુનિયામાં ક્યાંય ન પહોંચી શક્યો હોત. સાહેબ તમારો આભાર અને છેલ્લા કેટલાક દિવસોથી તમારી તબિયત સારી ન હોવાથી તમારા સારા સ્વાસ્થ્યની શુભેચ્છા.
મનોજ તિવારીએ આગળ લખ્યું હતું કે, મારા માતા-પિતા બંનેનો આભાર, જેમણે ક્યારેય મારા પર ભણવા માટે દબાણ ન કર્યું અને મને ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કર્યું. મારી પત્ની સુષ્મિતા રોયનો આભાર, જેઓ મારા જીવનમાં આવી ત્યારથી હંમેશા મારી પડખે છે. તેમના સમર્થન વિના, હું આજે જ્યાં છું ત્યાં કદાચ ન હોત.
પોતાના સાથી ખેલાડીઓનો આભાર માનતા બંગાળના ક્રિકેટરે લખ્યું હતું કે, મારા સાથી ખેલાડીઓ, બંગાળ ક્રિકેટ એસોસિએશન અને મારા જીવન સફરમાં ભૂમિકા ભજવનારા દરેકનો આભાર. હું ક્રિકેટના ચાહકોનો ઉલ્લેખ કરવાનું કેવી રીતે ભૂલી શકું, જેમણે મને સમગ્ર સમય દરમિયાન સમર્થન આપ્યું છે. સૌનો હૃદયપૂર્વક આભાર. જો હું કોઈનું નામ લેવાનું ભૂલી ગયો હોઉં, તો કૃપા કરીને મારી માફી સ્વીકારો. હવે જીવન જીવવાના હેતુની શોધમાં. આભાર ક્રિકેટ.
મનોજ તિવારીની કારકિર્દી - મનોજ તિવારીએ 2008માં એમએસ ધોનીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તિવારીએ 12 ODI અને ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
જમણા હાથના બેટ્સમેને 12 વનડેમાં 287 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને અડધી સદીનો સમાવેશ થાય છે. આ લેગ સ્પિનરે વનડેમાં 5 વિકેટ પણ લીધી હતી. આવા સમયે, તે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં માત્ર 15 રન બનાવી શક્યો છે.
મનોજ તિવારીની ઘરેલું કારકિર્દી - બંગાળ માટે ક્રિકેટ રમનારો મનોજ તિવારીએ પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં 141 મેચ રમી હતી, જેમાં 29 સદી અને 45 અડધી સદીની મદદથી 9908 રન બનાવ્યા અને 32 વિકેટ ઝડપી હતી.
આ માટે તેણે 169 લિસ્ટ A મેચમાં 6 સદી અને 40 અડધી સદીની મદદથી 5581 રન બનાવ્યા અને 63 વિકેટ લીધી છે. તિવારીએ 183 T20 મેચમાં 15 અડધી સદીની મદદથી 3436 રન બનાવ્યા અને 34 વિકેટ લીધી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
