IPL 2020: મનિષ પાંડેની ફીફ્ટી પૂરી, રાજસ્થાનના બોલર્સને હંફાવ્યા
IPL 2020: મનિષ પાંડેની ફીફ્ટી પૂરી, રાજસ્થાનના બોલર્સને હંફાવ્યા
રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આજે દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં મુકાબલો રમાઈ રહ્યો છે. હૈદરાબાદે ટૉસ જીતી પહેલાં બેટિંગ કરવાનો ફેસલો લીધો હતો. જો કે પીચ ધીમી હોવાના કારણે હૈદરાબાદની શરૂઆત પણ ધીમી થઈ હતી. જોફ્રા આર્ચર અને શ્રેયસ ઐય્યરે શરૂઆતની ઓવરમાં હૈદરાબાદના બેટ્સમેનોને પરેશાન કરી મૂક્યા હતા.

પાવર પ્લેમાં જ મોટો શોટ રમવા જતાં કાર્તિક ત્યાગીની બોલમાં જોની બેરસ્ટોએ કેચ ચડાવી દીધો હતો. બેરસ્ટોની વિકેટ ખર્યા બાદ મનિષ પાંડે મેદાનમાં ઉતર્યો અને પાંડે તથા વોર્નરની જોડીએ શાનદાર ભાગીદારી નિભાવી. ડેવિડ વોર્નર 48 રન બનાવીને આઉટ થઈ ગયા ત્યાર બાદ મનિષ પાંડેએ ટીમને જબરા સ્કોર સુધી લઈ જવાની બીડું પોતાના ખભે લઈ લીધું.
મનિષ પાંડેએ શાનદાર બેટિંગ કરી 41 બોલમાં ફીફ્ટી ફટકારી. જેમાં મનિષ પાંડેએ 3 શાનદાર છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા. જણાવી દઈએ કે આ મનિષ પાંડેની 17મી આઈપીએલ ફીફ્ટી છે.












Click it and Unblock the Notifications
