‘ધોનીએ છોડી કેપ્ટનશીપ' - કેમ બન્યા આ બ્રેકિંગ ન્યૂઝ?
ટીમ ઇંડિયાના કેપ્ટન કૂલે છેલ્લા 12 વર્ષોમાં ભારતની ક્રિકેટ ટીમને એ એવોર્ડ, સમ્માન અને જીત અપાવ્યા છે જે તેમની પહેલા કોઇએ નહોતા અપાવ્યા...
ટીમ ઇંડિયાના સૌથી પ્રિય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટનશીપ છોડી દીધી છે. આ સમાચાર દરેક મીડિયા ચેનલ, અખબાર, વેબસાઇટના બ્રેકિંગ ન્યૂઝ છે. જે દેશમાં ક્રિકેટ માત્ર એક રમત નહિ પરંતુ ધર્મ છે તે રમતનો કેપ્ટન જો પોતાની સીટ છોડી દે તો તે એક મોટા સમાચાર જ બને છે. પરંતુ શું ધોનીની કેપ્ટનશીપના સમાચાર મોટા હોવા માટે માત્ર આ એક જ કારણ છે. જી ના. આની પાછળ ઘણા કારણો જવાબદાર છે. ધોનીની કેપ્ટનશીપ છોડવી એટલા માટે મોટી વાત છે કારણકે ટીમ ઇંડિયાના કેપ્ટન કૂલે છેલ્લા 12 વર્ષોમાં ભારતની ક્રિકેટ ટીમને જે એવોર્ડ, સમ્માન અને જીત અપાવ્યા છે એ તેમના પહેલા કોઇ નથી અપાવી શક્યુ.

કપિલ દેવ અને સૌરવ ગાંગુલી સફળ કેપ્ટન
કપિલ દેવ જેવા હીરાએ 'મેન ઇન બ્લૂ' ને પહેલી વાર વિશ્વવિજેતા બનાવ્યા હતા. વળી બંગાળ ટાઇગરના નામથી પ્રખ્યાત સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમે સફળતાની નવી ઉંચાઇઓ સર કરી હતી. પરંતુ આ બંનેથી પરે કેપ્ટનશીપ મામલે મહેન્દ્ર સિંહ ધોની ઘણા આગળ છે. આ વાતનો કપિલ અને ગાંગુલી બંને પણ સ્વીકાર કરે છે કારણકે માહીની કેપ્ટનશીપમાં ભારત બે વાર અલગ અલગ ફોર્મેટમાં વિશ્વવિજેતા બન્યુ છે.

આઇસીસીના બધા આયોજનોમાં ટીમને જીત અપાવી
એટલુ જ નહિ, ધોની ભારતના એકમાત્ર એવા કેપ્ટન છે જેમણે આઇસીસીના બધા આયોજનોમાં ટીમને જીત અપાવી છે. તેમની કેપ્ટનશીપમાં ભારતે 2007 માં ટી-20 વિશ્વ કપ અને 2011 માં 50 ઓવરોના વિશ્વકપનો ખિતાબ મેળવીને ઇતિહાસ રચ્યો અને 2013 માં ચેમ્પિયંસ ટ્રોફી પર પણ કબ્જો જમાવ્યો.

પહેલી વાર ટેસ્ટમાં નંબર 1 ની ખુરશી
ધોનીની કેપ્ટનશીપમાં ટીમ ઇંડિયાએ પહેલી વાર ટેસ્ટમાં નંબર 1 નું સ્થાન મેળવ્યુ. તેમણે કુલ 199 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યુ.

સર્વશ્રેષ્ઠ ફિનિશર
દુનિયાના સર્વશ્રેષ્ઠ ફિનિશર મનાતા ધોની ઉર્ફે માહીએ ટીમની કેપ્ટનશીપ હેઠળ કુલ 110 મેચોમાં જીત અપાવી જ્યારે 74 મુકાબલામાં તેમને હાર મળી. 4 મુકાબલામાં ટાઇ અને 11 મેચોનું કોઇ પરિણામ ન આવ્યુ.

બેટ્સમેન તરીકે ધોની ખૂબ સફળ
કેપ્ટનશીપ હેઠળ એક બેટ્સમેન તરીકે પણ ધોની ખૂબ સફળ રહ્યા. તેમણે કેપ્ટનશીપ હેઠળ એક દિવસીય મેચમાં 54 ની સરેરાશ અને 86 ની સ્ટ્રાઇક રેટથી 6,683 રન બનાવ્યા. નંબર 7 પર બેટિંગ કરતા તેમણે ઘણી વાર ભારતને સંકટમાંથી બચાવ્યુ છે. ધોનીએ 72 ટી-20 મેચોમાં ટીમની કમાન સંભાળી અને ટીમને 41 જીત અપાવી અને 28 હારનો સામનો કર્યો. એક મેચમાં ટાઇ અને બે મેચોનું પરિણામ ન આવ્યુ.

જાદુઇ કેપ્ટન
ધોનીને ક્રિકેટના ઇતિહાસમાં જાદુઇ કેપ્ટન કહેવામાં આવે છે. ધોનીને પહેલી વાર કેપ્ટનની જવાબદારી 2007 માં આપવામાં આવી હતી. તેમની પહેલી પરિક્ષા ઘણી જ મુશ્કેલ હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી) એ પહેલી વાર ટી-20 વિશ્વકપ કરાવવાનો નિર્ણય કર્યો હતો. આ વિશ્વકપથી પોતાની કેપ્ટનશીપની શરુઆત કરી અને ભારતને વિજેતા બનાવીને ભારત પાછા ફર્યા.

સૌથી વધુ મેચોમાં કેપ્ટનશીપ કરનાર ખેલાડી
તે ટી-20 મેચોમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશીપ કરનાર ખેલાડી છે. ટી-20 માં કેપ્ટનશીપ હેઠળ તેમણે 122.60 ની સ્ટ્રાઇક રેટથી 1112 રન બનાવ્યા. ટી-20 માં તે અર્ધસદી લગાવ્યા બાદ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. ટી-20 માં તેમનો સૌથી વધુ સ્કોર અણનમ 48 છે.
-
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
