સદી ફટકાર્યા બાદ કોહલીની રેન્કિંગમાં જોરદાર ઉછાળો, આ સ્થાન પર જમાવ્યો કબ્જો
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ તાજેતરમાં પૂરા થયેલા એશિયા કપમાં પોતાની સદીના કારણે ICC T20 બેટ્સમેન રેન્કિંગમાં ક્વોન્ટમ જમ્પ લગાવ્યો છે. તે 14 સ્થાન ચઢીને 15માં સ્થાને પહોંચી ગયો છે.
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ તાજેતરમાં પૂરા થયેલા એશિયા કપમાં પોતાની સદીના કારણે ICC T20 બેટ્સમેન રેન્કિંગમાં ક્વોન્ટમ જમ્પ લગાવ્યો છે. તે 14 સ્થાન ચઢીને 15માં સ્થાને પહોંચી ગયો છે. વિરાટ કોહલીએ લગભગ ત્રણ વર્ષ બાદ અફઘાનિસ્તાન સામે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી. તેણે સમગ્ર એશિયા કપમાં 276 રન બનાવ્યા હતા.

સદી બાદ કોહલીના રેન્કિંગમાં જોરદાર ઉછાળો
કોહલી પાસે T20 બેટ્સમેનોની ટોચની રેન્કિંગમાં પ્રવેશવાની સારી તક છે. કારણ કે, તે એશિયા કપ દરમિયાન ફોર્મમાં પરત ફર્યા બાદઓછામાં ઓછી યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે.
ભારતીય બેટ્સમેન કેએલ રાહુલ (સાત સ્થાન ઉપરથી 23મા ક્રમે) અને શ્રીલંકાના સ્ટારબેટ્સમેન ભાનુકા રાજપક્ષે (34 સ્થાન ઉપરથી 34મા ક્રમે) T20 બેટ્સમેનોની રેન્કિંગમાં સારો ફાયદો ઉઠાવ્યો છે.

બોલિંગ રેન્કિંગમાં હસરંગા છઠ્ઠા ક્રમે
શ્રીલંકાના ઓલરાઉન્ડર વાનિન્દુ હસરાંગાને પણ એશિયા કપમાં તેના શાનદાર પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જેઓલરાઉન્ડરોની યાદીમાં ટોચના પાંચમાં સ્થાન મેળવ્યો હતો.
એશિયા કપમાં 'પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ' જાહેર થયા બાદ, શ્રીલંકાનામેચ-વિનર હસરંગા બોલરોની રેન્કિંગમાં ત્રણ સ્થાન સુધરીને છઠ્ઠા સ્થાને અને ઓલરાઉન્ડરની યાદીમાં સાત સ્થાન સુધરીને ચોથા સ્થાનેપહોંચી ગયો છે.

ટોપ 10 બોલરોમાં ભુવનેશ્વર કુમાર
ટી-20 બોલરોની યાદીમાં ભારતના ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર (ચાર સ્થાન ઉપરથી સાતમા સ્થાને) અને પાકિસ્તાનની જોડી હરિસ રઉફ(નવ સ્થાન ઉપરથી 25માં સ્થાને) અને મોહમ્મદ નવાઝ (સાત સ્થાન ઉપરથી 34મા સ્થાને) છે.
નવી ટેસ્ટ પ્લેયર રેન્કિંગમાં ટોપ 10માં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ તાજેતરમાં ત્રણ મેચની સિરીઝ પૂર્ણ થયા બાદ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓએ કેટલીક મોટી છલાંગ લગાવી છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
