IPL Records: રોહિત-કોહલીને પછાડીને સંજુ સેમસને રચ્યો ઇતિહાસ, આ મામલે બન્યો નંબર વન
IPL Records: સંજુ સેમસન IPL 2024માં ફુલ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સની ટીમનો કેપ્ટન છે. સંજુ સેમસનની કપ્તાનીમાં IPL 2024 રમી રહેલી રાજસ્થાન રોયલ્સ ટીમને દિલ્હી કેપિટલ્સ સામે સિઝનની ત્રીજી હારનો સામનો કરવો પડ્યો હતો. 56મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 20 રને હરાવીને પ્લેઓફમાં જવાની આશા જીવંત રાખી છે.
આ મેચમાં સંજુ સેમસનની શાનદાર બેટિંગ જોવા મળી હતી. જોકે, સંજુ સેમસને પોતાની સદી પૂરી કરી શક્યો ન હતો, પરંતુ તેની 86 રનની ઈનિંગ્સમાં તેણે ધોની, રોહિત અને કોહલી જેવા દિગ્ગજોનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે, અને સૌથી ઓછી ઈનિંગ્સ રમીને આ કારનામું કરનાર પ્રથમ ભારતીય બન્યો છે.
સેમસનની શાનદાર બેટિંગ - દિલ્હી કેપિટલ્સ તરફથી મળેલા 222 રનના ટાર્ગેટ ચેઝ કરતા સમયે રાજસ્થાન રોયલ્સની શરૂઆત સારી રહી ન હતી. યશસ્વી જયસ્વાલ 4 રન બનાવીને આઉટ થયો હતો. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલા કેપ્ટન સંજુ સેમસને બટલર સાથે મળીને ઇનિંગને આગળ વધારી હતી.
બટલર પણ 19 રન બનાવીને આઉટ થયો હતો. તોફાની શૈલી અપનાવતા સેમસને 46 બોલમાં 86 રન ફટકારીને ટીમની જીતની આશા જગાવી હતી. જોકે, મોટા શોટનો પ્રયાસ કરતી વખતે તે બાઉન્ડ્રી પર કેચ આઉટ થયો હતો. તેના બેટમાંથી 8 ચોગ્ગા અને 6 છગ્ગા આવ્યા હતા. આ સાથે સેમસને IPLમાં ધોની, રોહિત અને કોહલીના સૌથી ઝડપી 200 સિક્સરનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

રેકોર્ડ બનાવ્યો - સેમસને આ મેચમાં IPLમાં પોતાના 200 સિક્સર પૂરા કર્યા હતા. આ સાથે તે IPLમાં 200 સિક્સર મારનાર વિશ્વનો 10મો બેટ્સમેન બન્યો છે. આ ઉપરાંત, સેમસને ઈનિંગ્સ અને બોલના સંદર્ભમાં સૌથી ઝડપી 200 છગ્ગા પૂરા કરવાનો એમએસ ધોનીનો લાંબા સમયથી રેકોર્ડ તોડ્યો હતો.
સેમસને 159 ઇનિંગ્સ અને 3081 બોલ રમીને 200 સિક્સ ફટકારી હતી. આ માઈલસ્ટોન સુધી પહોંચવા માટે ધોનીએ 165 ઇનિંગ્સ અને 3126 બોલનો સમય લીધો હતો. જ્યારે, રોહિત શર્માએ 185 ઇનિંગ્સ અને 3798 બોલ રમીને આ કારનામુ કર્યું હતું.
ગેલ-રસેલ પછી ત્રીજો ખેલાડી બન્યો - સંજુ સેમસન આન્દ્રે રસેલ અને ક્રિસ ગેલ પછી IPLમાં સૌથી ઝડપી 200 સિક્સર ફટકારનાર વિશ્વનો ત્રીજો બેટ્સમેન બની ગયો છે. જ્યાં સુધી બોલનો સામનો કરવાનો સવાલ છે, આ મામલે સેમસને આન્દ્રે રસેલ, ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ અને એબી ડી વિલિયર્સ પછી પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તે પાંચમા નંબરે છે.
સૌથી ઝડપી 200 સિક્સર મારનાર ભારતીય (ઇનિંગ મુજબ)
- સંજુ સેમસન - 159 ઇનિંગ્સ
- એમએસ ધોની - 165 ઇનિંગ્સ
- વિરાટ કોહલી - 180 ઇનિંગ્સ
- રોહિત શર્મા - 185 ઇનિંગ્સ
- સુરેશ રૈના - 193 ઇનિંગ્સ
સૌથી ઝડપી 200 સિક્સર મારનાર ભારતીય (બોલની દ્રષ્ટિએ)
- સંજુ સેમસન - 3081 બોલ
- એમએસ ધોની - 3126 બોલ
- રોહિત શર્મા - 3798 બોલ
ટોપ-3માં પ્રવેશ - આ મેચમાં રમાયેલી 86 રનની ઇનિંગ્સ સાથે સંજુ સેમસન IPL 2024માં સૌથી વધુ રન બનાવવાના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે 11 મેચમાં 471 રન બનાવ્યા છે.
અત્યાર સુધી સેમસનના બેટમાંથી 5 અડધી સદી પણ જોવા મળી છે. વિરાટ કોહલી ટોપ પર છે, જેણે 11 મેચ રમીને 542 રન બનાવ્યા છે. ઋતુરાજ ગાયકવાડ તેને ટક્કર આપી રહ્યો છે. ઋતુરાજ 541 રન સાથે બીજા સ્થાને છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
