IPL 2023: પ્રેક્ટિસ સેશનમાં માહીને જોવા ઉમટી ભીડ, ધોનીના નામથી ગૂંજ્યુ સ્ટેડીયમ, વીડિયો વાયરલ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2023) શરૂ થાય તે પહેલા જ આઈપીએલનો ક્રેઝ ચાહકોમાં છવાઈ ગયો છે. લાખો ક્રિકેટ પ્રેમીઓ IPLની 16મી સિઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટૂર્નામેન્ટની શરૂઆતની મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. દરમિયાન, ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને જોઈને ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકોની ખુશીની કોઈ સીમા ન રહી.

માહિને જોવા અત્યારથી આવવા લાગ્યા લોકો
મેચ પહેલા બંને ટીમના ખેલાડીઓ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ખૂબ પરસેવો પાડી રહ્યા છે. અહીં ખેલાડીઓની જબરદસ્ત પ્રેક્ટિસ ચાલી રહી છે. આ દરમિયાન તેમના 'માહી'ને પ્રેક્ટિસ કરતા જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો સ્ટેડિયમમાં પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં ખેલાડીઓ દ્વારા કરવામાં આવી રહેલી પ્રેક્ટિસનો એક વીડિયો ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં ધોની સિવાય મોટી સંખ્યામાં ફેન્સ પણ જોવા મળી રહ્યા છે.
|
ધોની-ધોનીના નામથી ગુંજ્યુ સ્ટેડિયમ
જ્યારે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાથમાં બેટ લઈને અને ગ્લોવ્ઝ પહેરીને સ્ટેડિયમ તરફ જતો જોવા મળ્યો, ત્યારે એવું લાગતું નહોતું કે તે પ્રેક્ટિસ કરવા જઈ રહ્યો છે, એવું લાગતું હતું કે કોઈ રસપ્રદ મેચ ચાલી રહી છે, અને 'માહી' બેટિંગ કરવા પર પહોંચ્યા, તે ક્રિઝ તરફ આગળ વધી રહ્યો છે, વાતાવરણ પણ એવું જ હતું. ચારેબાજુથી માત્ર ધોની-ધોનીનું જ નામ સંભળાવા લાગ્યું. સ્ટેડિયમ પણ ભરચક હતું, આ વીડિયો કોઈપણ ક્રિકેટપ્રેમીને રોમાંચિત કરવા માટે પૂરતો છે.

ગુજરાત અને ચેન્નાઇ વચ્ચે રમાશે પ્રથમ મેચ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023)ની 16મી સિઝન 31 માર્ચ 2023થી શરૂ થવા જઈ રહી છે. 52 દિવસમાં 12 સ્થળો પર કુલ 70 મેચો રમાશે. સત્તાવાર વેબસાઇટ મુજબ, IPL 2023 ની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. IPLની પ્રથમ મેચ ચેન્નાઈ અને ગુજરાત વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી રમાશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
