IPL 8 brand ambassadors- શાહરૂખ, પ્રીતી, કૈટરીનાને ફરી મળશે મોકા-મોકા!
આજકાલ ક્રિકેટ, ખાલી ક્રિકેટર અને ક્રિકેટ પ્રેમીઓ સુધી જ સિમિત નથી રહ્યું, બોલિવુડ અને ગ્લૈમર પણ આ જ ઇંડસ્ટ્રીમાં બરાબરનું ભાગીદારી બની ગયું છે. આઇપીએલ ટી20 2015 આ સપ્તાહમાં શરૂ થવાની છે. અને આ વખતે પણ તેને ચીયર કરવા બોલિવુડ ઉમટી પડશે.
7 એપ્રિલે આઇપીએલ 2015ની ઓપનિંગ સેરમની છે. ત્યારબાદ પહેલી મેચ 8 એપ્રિલે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિયનની વચ્ચે થવાની છે. જ્યાં એક ટીમને બોલિવૂડ શહેનશાહ શાહરૂખ ખાન સપોર્ટ કરી રહ્યા છે તો બીજી ટીમને રિતિક રોશન, કરીના કપૂર અને અનિલ કપૂર સર્પોર્ટ કરશે.

કોલકત્તા નાઇટ રાઇડર્સ
જે ટીમનો માલિક બોલિવૂડનો શહેનશાહ શાહરૂખ ખાન હોય તેને બ્રાન્ડ એમ્બેસેડરની શું જરૂર. કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમના માલિક છે શાહરૂખ ખાન અને જૂહી ચાવલા. એટલું જ નહીં કોલકત્તા નાઇટ રાઇડર પાછલા આઇપીએલની વિજેતા ટીમ પણ છે.

દિલ્હી ડેયરડેવિલ્સ
2008માં અક્ષય કુમાર, દિલ્હી ડેયરડેવિલ્સના બ્રાન્ડ એમ્બેસેડર હતા. ત્યારે આ વખતે જાણીતા ગાયક અક્ષય જૈને ટીમ માટે ગો દિલ્હી ગીત ડેડિકેટ કર્યું છે.

મુંબઇ ઇન્ડિયન્સ
મુંબઇ ઇન્ડિયન્સ ટીમને અનેક જાણીતા બોલિવૂડ સેલિબ્રિટીએ સપોર્ટ કર્યું છે. 2008માં સચિન તેડૂલકરે રિતિક રોશનને પોતાની ટીમનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો. ત્યારબાદ અનિલ કપૂર, કરીના કપૂર, સૈફ અલી ખાન પણ મુંબઇ ઇન્ડિયન્સે સર્પોર્ટ કરતા જોવા મળ્યા હતા.

ચેન્નઇ સુપર કિંગ
કન્નડા સ્ટાર વિજય અને નયમથારા ચેન્નઇ સુપર કિંગને ચીયર કરી રહ્યા છે.

ડેકેન ચાર્જર્સ
હૈદરાબાદની ટીમ ડેકેન ચાર્જર્સની બ્રાન્ડ એમ્બેસેડર સાનિયા નેહવાલ બની ચૂકી છે. તે સિવાય સબ્યસાજી મિશ્રા, આર્ચિતા સાહૂ પણ આ ટીમને સપોર્ટ કરતા જોવા મળ્યા છે.

કિંગ્સ 11 પંજાબ
પ્રીતિ ઝિંટા અને દિલેર મહેંદી પંજાબ ટીમને સર્પોર્ટ કરતા જોવા મળ્યા છે. પ્રીતિ ઝિંટા અને નેસ વાડિયા આ ટીમના માલિક છે જે જોતા આ ટીમને કોઇ સેલેબ્રિટીની જરૂર નથી.

રોયલ ચેલેન્જર્સ
બેંગ્લોરની ટીમ રોયલ ચેલેન્જર્સ માટે 2011માં કેટરીના કૈફને અધિકૃત રીતે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરવામાં આવી હતી. તે સિવાય દિપિકા પાદુકોણ અને રામયા પણ આ ટીમને સપોર્ટ કરતા જોવા મળ્યા છે.

રાજસ્થાન રોયલ્સ
શિલ્પા શેટ્ટી રાજસ્થાન રોયલ્સ ટીમની માલિક છે. જેના કારણે તેમને અન્ય કોઇ બોલિવૂડ સ્ટારની જરૂર નથી કે જે તેમની ટીમને ચીયર કરે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
