Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2026 Trade: પીળી જર્સીમાં 'થાલા' સાથે જોવા મળશે સંજુ સેમસન, 13 વર્ષ પછી RRના થયા રવિન્દ્ર જાડેજા

IPL 2026ની મિની-ઓક્શન પહેલા ટ્રેડિંગ વિન્ડોમાં સૌથી મોટી ડીલની જાહેરાત: સંજુ સેમસન ₹18 કરોડમાં ચેન્નઈ સુપર કિંગ્સમાં; રવીન્દ્ર જાડેજા ₹14 કરોડમાં રાજસ્થાન રોયલ્સમાં પરત.

IPL 2026 Trade

IPL 2026 Trade: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની મિની-ઓક્શન પહેલા ટ્રેડિંગ વિન્ડોએ એક મોટો ઉલટફેર સર્જી દીધો છે. IPL દ્વારા આજે (શનિવારે) સત્તાવાર રીતે સંજુ સેમસન અને રવીન્દ્ર જાડેજાની અદલા-બદલી કરતી મેગા ટ્રેડ ડીલની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી બંને ફ્રેન્ચાઇઝીના કોર સ્ટ્રક્ચરમાં મોટો બદલાવ આવશે.

સેમસન CSKમાં, જાડેજા RRમાં

આ મેગા ડીલથી બંને દિગ્ગજ ખેલાડીઓએ પોતાનું ઘર બદલ્યું છે.

સંજુ સેમસન (Sanju Samson): રાજસ્થાન રોયલ્સ (RR)ને અલવિદા કહીને સંજુ સેમસન પાંચ વખતની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સાથે જોડાઈ ગયો છે. તેને તેની હાલની ફી ₹18 કરોડમાં CSKમાં સામેલ કરવામાં આવ્યો છે. સેમસન CSK માટે લાંબા સમય સુધી અનુભવી ભારતીય વિકેટકીપર-બેટ્સમેનની ભૂમિકા ભજવી શકે છે.

રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja): આ મેગા ટ્રેડના ભાગરૂપે, રવીન્દ્ર જાડેજા 13 વર્ષ બાદ CSKથી અલગ થઈને પોતાની પ્રથમ ફ્રેન્ચાઇઝી રાજસ્થાન રોયલ્સ (RR) માં પરત ફર્યો છે. જોકે, જાડેજાની લીગ ફી ₹18 કરોડથી ઘટાડીને ₹14 કરોડ કરવામાં આવી છે.

અન્ય મોટા ફેરફારો: શમી અને નીતીશ રાણાની નવી ટીમ

આ ડીલમાં અન્ય કેટલાક મહત્વના ખેલાડીઓની પણ ટ્રેડિંગ થઈ છે.

  • સેમ કરન (Sam Curran): ઇંગ્લિશ ઓલરાઉન્ડર સેમ કરન (₹2.4 કરોડ) પણ CSKથી RRમાં ટ્રેડ થયો છે. જાડેજા અને કરનના આવવાથી RRનો ઓલરાઉન્ડર વિભાગ મજબૂત બનશે.
  • મોહમ્મદ શમી (Mohammed Shami): અનુભવી ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમી (₹10 કરોડ) સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) છોડીને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) માં જોડાઈ ગયો છે. LSGની ઈજાગ્રસ્ત ઝડપી બોલરોની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.
  • નીતીશ રાણા (Nitish Rana): નીતીશ રાણા રાજસ્થાન રોયલ્સથી દિલ્હી કેપિટલ્સ (DC) માં ટ્રેડ થયો છે.

IPL 2026 મેગા ટ્રેડ ડીલ: ખેલાડીઓની યાદી

નીચે આપેલા ખેલાડીઓની ટ્રેડિંગ કરવામાં આવી છે.

ખેલાડી | જૂની ટીમ | નવી ટીમ | ફી

સંજુ સેમસન | રાજસ્થાન રોયલ્સ | ચેન્નઈ સુપર કિંગ્સ | ₹18 કરોડ
રવીન્દ્ર જાડેજા | ચેન્નઈ સુપર કિંગ્સ | રાજસ્થાન રોયલ્સ | ₹14 કરોડ
મોહમ્મદ શમી | સનરાઇઝર્સ હૈદરાબાદ | લખનઉ સુપર જાયન્ટ્સ | ₹10 કરોડ
નીતીશ રાણા | રાજસ્થાન રોયલ્સ | દિલ્હી કેપિટલ્સ | ₹4.2 કરોડ
સેમ કરન | ચેન્નઈ સુપર કિંગ્સ | રાજસ્થાન રોયલ્સ | ₹2.4 કરોડ
શેરફેન રદરફોર્ડ | ગુજરાત ટાઇટન્સ | મુંબઈ ઇન્ડિયન્સ | ₹2.6 કરોડ
શાર્દુલ ઠાકુર | લખનઉ સુપર જાયન્ટ્સ | મુંબઈ ઇન્ડિયન્સ | ₹2 કરોડ
ડૉનોવન ફરેરા | દિલ્હી કેપિટલ્સ | રાજસ્થાન રોયલ્સ | ₹1 કરોડ
મયંક માર્કંડે | કોલકાતા નાઇટ રાઇડર્સ | મુંબઈ ઇન્ડિયન્સ | ₹30 લાખ
અર્જુન તેંડુલકર | મુંબઈ ઇન્ડિયન્સ | લખનઉ સુપર જાયન્ટ્સ | ₹30 લાખ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X