IPL 2026માં RCBની જીત નક્કી! ચિન્નાસ્વામીના ગઢમાં ફરી ગર્જશે વિરાટ કોહલી, સરકારે આપ્યું મોટું સરપ્રાઈઝ
RCB, IPL 2026: આરસીબીના ચાહકો માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. મહિનાઓના સસ્પેન્સ અને અનિશ્ચિતતા પછી, કર્ણાટક સરકારે આખરે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. Chinnaswamy Stadium) માં આઈપીએલ 2026ની મેચોના આયોજનને લીલી ઝંડી આપી દીધી છે. ચાલો જાણીએ સ્ટેડિયમમાં વાપસી માટે કઈ શરતો પૂરી કરવી પડશે.

કર્ણાટક કેબિનેટે ગુરુવારે મળેલી એક મહત્વની બેઠકમાં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને આઈપીએલ (IPL) અને આંતરરાષ્ટ્રીય મેચો માટે ફરીથી ખોલવાની મંજૂરી આપી દીધી છે. ગૃહમંત્રી જી. પરમેશ્વર અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે સ્પષ્ટ કર્યું કે, આ નિર્ણય યુવાનો અને ક્રિકેટ પ્રેમીઓના ઉત્સાહને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જોકે, આ મંજૂરી સંપૂર્ણપણે સશર્ત (Conditional) છે.
સરકારની મુખ્ય શરતો શું છે?
- સીમિત ક્ષમતા: જસ્ટિસ કુન્હા કમિટીની ભલામણ મુજબ, સ્ટેડિયમમાં વધુમાં વધુ 35,000 દર્શકોને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવશે.
- સુરક્ષા પ્રોટોકોલ: ભીડના વ્યવસ્થાપન (Crowd Management) માટે AI-ઈનેબલ્ડ કેમેરા, પહોળા ગેટ અને પૂરતી એમ્બ્યુલન્સની તૈનાતી ફરજિયાત રહેશે.
- ટિકિટો પર નિયંત્રણ: આયોજકોને કડક સૂચના આપવામાં આવી છે કે તેઓ નિર્ધારિત ક્ષમતા કરતા એક પણ વધુ ટિકિટ ન વેચે.
કેમ લાગ્યો હતો પ્રતિબંધ?
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ક્રિકેટ પર પ્રતિબંધનું કારણ 4 જૂન 2025ના રોજ બનેલી એક હૃદયદ્રાવક ઘટના હતી. IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની ઐતિહાસિક પ્રથમ ખિતાબી જીતની ઉજવણી કરવા માટે હજારોની સંખ્યામાં ચાહકો સ્ટેડિયમની બહાર એકઠા થયા હતા.
આ દરમિયાન ગેટ નંબર 1, 6 અને 7 પાસે ભારે ભંગદડ (Stampede) મચી ગઈ હતી, જેમાં 11 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ સરકારે સ્ટેડિયમને સુરક્ષાની દૃષ્ટિએ 'અસુરક્ષિત' જાહેર કર્યું હતું. આ જ કારણે ICC મહિલા વનડે વર્લ્ડ કપની મેચોને પણ બેંગલુરુથી હટાવીને મુંબઈ શિફ્ટ કરવી પડી હતી.
RCB માટે કેમ મહત્વનો છે આ નિર્ણય?
ડિફેન્ડિંગ ચેમ્પિયન (Defending Champions) હોવાને નાતે આરસીબી માટે પોતાનું હોમ ગ્રાઉન્ડ પાછું મેળવવું ખૂબ જ જરૂરી હતું.
- ખિતાબનું રક્ષણ: આરસીબી આઈપીએલ 2026માં પોતાના ટાઈટલને ડિફેન્ડ કરવા ઉતરશે અને સ્થાનિક દર્શકોનો સપોર્ટ તેમના માટે '12th Man' જેવું કામ કરે છે.
- IPL 2026ની ફાઈનલ: નિયમો અનુસાર, વર્તમાન ચેમ્પિયન પાસે સીઝનની પ્રથમ મેચ અને ફાઈનલની યજમાનીનો અધિકાર હોય છે. જો ચિન્નાસ્વામીને મંજૂરી ન મળી હોત, તો બેંગલુરુએ ફાઈનલની યજમાની ગુમાવવી પડી હોત.
- વિકલ્પોની શોધ: અનિશ્ચિતતા વચ્ચે આરસીબીએ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમને પોતાના વૈકલ્પિક હોમ ગ્રાઉન્ડ તરીકે જોયું હતું, પરંતુ હવે તેની જરૂર નહીં પડે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં








Click it and Unblock the Notifications
