IPL 2025 : નિકલસ પુરન-મિલેશ માર્શની ધમાલ, લખનઉની પહેલી જીત
IPL 2025 : આઈપીએલ 2025નો સાતમો મુકાબલો લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયો.
આ મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 5 વિકેટે પરાજય આપ્યો અને આ સિઝનની પહેલી જીત મેળવી.

લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે SRHની શરૂઆત નબળી રહી. ઓપનર અભિષેક શર્મા માત્ર 6 રન બનાવીને શાર્દુલ ઠાકુરની બોલિંગમાં આઉટ થયો.
ત્યારબાદ ટ્રેવિસ હેડે 28 બોલમાં 47 રનની ઈનિંગ રમી. મધ્યમ ક્રમમાં નીતિશ રેડ્ડીએ 32 અને હેનરિક ક્લાસેનએ 26 રનનું યોગદાન આપ્યું. અંતમાં, અનિકેત વર્માએ 13 બોલમાં 36 રનની તાબડતોબ ઈનિંગ રમી અને સ્કોર 9 વિકેટે 190 રન સુધી પહોંચ્યો. લખનઉ માટે શાર્દુલ ઠાકુરે 34 રન આપી 4 વિકેટ ઝડપી.
ટાર્ગેટનો પીછો કરતા LSGની શરૂઆત નબળી રહી, ઓપનર એડન માર્કરમ માત્ર 1 રન બનાવીને આઉટ થયો. જો કે ત્યારબાદ નિકોલસ પૂરને 26 બોલમાં 70 રનની વિસ્ફોટક પારી રમી હતી, જેમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા સામેલ હતા. મિચેલ માર્શે પણ 31 બોલમાં 52 રન બનાવ્યા. આ પ્રભાવશાળી બેટિંગના કારણે, લખનઉ સુપર જાયન્ટ્સે 14.1 ઓવરમાં 5 વિકેટે લક્ષ્ય પ્રાપ્ત કરી જીત મેળવી લીધી.
આ જીત સાથે લખનઉ સુપર જાયન્ટ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેના હેડ-ટુ-હેડ રેકોર્ડમાં LSGનું પ્રભુત્વ વધ્યું છે. અગાઉના ચાર મુકાબલામાં LSGએ 3 જીત મેળવી છે, જ્યારે SRHને માત્ર 1 જીત મળી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી






Click it and Unblock the Notifications
