IPL 2025 : KKR સામે હારીને ચેન્નઈએ શરમજનક રેકોર્ડની હારમાળા સર્જી
IPL 2025 : ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) પાંચ વખત IPL ચેમ્પિયન રહી ચૂકી છે પરંતુ 2025 સીઝનમાં ઈતિહાસના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.
ટીમ સતત પાંચ મેચ હારી ગઈ છે, જેમાંથી કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ચેપોક સ્ટેડિયમમાં શરમજનક પરાજયે ઘણા શરમજનક રેકોર્ડ બનાવ્યા છે.

IPLના અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે CSK એક જ સીઝનમાં પાંચ મેચ સતત હારી છે. આ CSK ના ચાહકો માટે બહુ મોટી નિરાશા છે.
CSK માટે તેમનું હોમ ગ્રાઉન્ડ ચેપોક હંમેશા ફાયદાકારક રહ્યું છે. પરંતુ IPL 2025માં CSK ત્યાં સતત ત્રણ મેચ પહેલી વખત હારી છે.
કોલકાતાએ CSK દ્વારા આપવામાં આવેલો 104 રનનો ટાર્ગેટ માત્ર 10.1 ઓવરમાં હાંસલ કર્યો, એટલે કે 59 બોલ બાકી રહેતા ટીમ જીતી ગઈ. આ CSKની બોલ્સ બાકી હોવાના આધારે સૌથી મોટી હાર છે.
ચેપોકના મેદાન પર CSK માત્ર 103 રન બનાવી શકી, જે તેનો સૌથી ઓછો હોમ સ્કોર છે. માત્ર શિવમ દુબે અને વિજય શંકર જ થોડા રન બનાવી શક્યા.
આ મેચમાં CSKએ તેની 6 વિકેટ સ્પિન બોલર્સ સામે ગુમાવીસ જે IPLમાં CSKના ઇતિહાસમાં સ્પિન સામેનો સૌથી વધુ વિકેટ ગુમાવવાનો રેકોર્ડ છે.
ચેપોકમાં CSKનો 103 રનનો સ્કોર આ મેદાન પર બીજા નંબરનો સૌથી ઓછો સ્કોર છે. IPL ઇતિહાસમાં CSKનો આ બીજો સૌથી ઓછો પ્રથમ ઇનિંગ સ્કોર છે, સૌથી ઓછો સ્કોર 97 2022માં મુંબઈ સામે હતો.
કૅ0પ્ટન ઋતુરાજ ગાયકવાડની ઈજા બાદ ધોનીએ ફરીથી કેપ્ટન્સી સંભાળી છે. જો કે, કોલકાતા સામે તેમનું નેતૃત્વ ખાસ સાબિત થયુ નથી.
જે રીતે CSKનો ઈતિહાસ રહ્યો છે, એવું લાગે છે કે ટીમ હજુ પણ કમબેક કરી શકે છે. ફેન્સને ધોની પર વિશ્વાસ છે કે તેઓ ફરી એકવાર ચમત્કાર કરી બતાવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
