IPL 2025 : આઈપીએલ પહેલા જ કેકેઆરને મોટો ઝટકો, 24 કરોડી ખેલાડી થઈ શકે છે બહાર
IPL 2025 : આઈપીએલ 2025 માટે કોલકત્તા નાઈટ રાઈડર્સે ઘણા રૂપિયા ખર્ચ્યા છે. ટીમને મજબુત કરવા ફ્રેન્ચાઈઝીએ ઘણા સ્ટાર ખેલાડીઓને ટીમમાં સામેલ કર્યા છે.
જો કે હવે કોલકત્તા માટે આઈપીએલ પહેલા જ માઠા સમાચાર સામે આવ્યા છે. અહેવાલો પર વિશ્વાસ કરીએ તો કોલકત્તાનો સ્ટાર ખેલાડી ઈજાને કારણે બહાર થઈ શકે છે.

કોલકાતા નાઈટ રાઈડર્સે હરાજીમાં વેંકટેશ ઐયર માટે 23.75 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી અને ટીમમાં સામેલ કર્યો હતો. જો કે હવે ઐયરે ટીમને ટેન્શન આપી દીધુ છે.
માર્ચમાં IPL શરૂ થવાની છે અને તે પહેલાં જ વેંકટેશ ઐયર ઈજાગ્રસ્ત થયો છે. આ મામલો રણજી ટ્રોફી દરમિયાન પ્રકાશમાં આવ્યો હતો. આજથી શરૂ થયેલા રાઉન્ડમાં વેંકટેશ ઐયર મધ્યપ્રદેશ તરફથી કેરળની ટીમ સામે રમી રહ્યો હતો.
વેંકટેશ ઐયર બેટિંગ કરવા આવ્યો ત્યારે તેને રમવામાં અસ્વસ્થતા અનુભવાઈ હતી. તે પકડી રાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો પણ કરી શક્યો નહીં. હેમસ્ટ્રિંગની સમસ્યાને કારણે તેને આખરે મેદાન છોડવું પડ્યું.
હવે જોવાનું એ રહે છે કે વેંકટેશ ઐયરની ઈજા કેટલી ગંભીર છે. હેમસ્ટ્રિંગની ઇજાઓ સામાન્ય રીતે વધુ સમય લેતી નથી અને ઝડપથી મટે છે. આ મેચમાં ઐય્યર ફરીથી બેટિંગ કરવા આવ્યો હતો. થોડો સમય રહ્યા બાદ તે 42 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
