IPL 2024 : યશસ્વી જયસ્વાલ કે અભિષેક શર્મા? જાણો વર્લ્ડ કપ માટે કોનું પલ્લુ ભારે?

આઈપીએલ 2024 માં અભિષેક શર્માનું બેટ ખુબ બોલી રહ્યું છે. તો બીજી તરફ ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન બાદ આઈપીએલમાં યશસ્વી જયસ્વાલનું બેટ ખામોશ છે.

આ સ્થિતી વચ્ચે હવે યશસ્વી માટે આવનારા ટી20 વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન મેળવવુ મુશ્કેલ બની શકે છે. અભિષેક શર્મા તેનો રસ્તો રોકી શકે છે.

Yashshwi Jaiswal - Abhishek Sharma

અભિષેક શર્મા IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે વિસ્ફોટક બેટિંગ પ્રદર્શન કરી રહ્યો છે. તેણે શાનદાર રમતનું પ્રદર્શન કરીને T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ માટે દાવેદારી મજબુત કરી છે.

ભારતીય ટીમમાં હાલ યશસ્વી જયસ્વાલ છે પરંતુ આ સિઝનમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. જો કે IPLમાં હજુ ઘણો સમય બાકી છે પરંતુ ટીમ પસંદ કરવાનો સમય આ મહિનાના અંત સુધીમાં જ મળશે. આ સ્થિતિમાં વર્લ્ડ કપમાં કોણ રમશે તે જોવું રસપ્રદ રહેશે.

સનરાઇઝર્સ હૈદરાબાદે 4માંથી 2 મેચ જીતી છે અને અભિષેક શર્માનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે પોતાના બેટથી શાનદાર કામ કર્યું છે. તેણે KKR વિરુદ્ધ 32 રન અને મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 63 રનની ઈનિંગ્સ રમી હતી.

આ પછી અભિષેકે ગુજરાત સામે 29 રન બનાવ્યા અને ચેન્નાઈ સામે 37 રનની ઇનિંગ રમી. આ ચાર મેચમાં તે 15 સિક્સર ફટકારવામાં સફળ રહ્યો છે અને તેનું ફોર્મ શાનદાર છે. અભિષેક શર્મા વધુ સારી સ્ટ્રાઈક રેટ પર ફોકસ કરે છે અને તેનો ફાયદો ટીમને મળ્યો છે.

T20 વર્લ્ડ કપમાં રોહિત શર્મા કેપ્ટન રહેશે અને ઓપનર તરીકે બે નામ મોખરે છે. શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ ટીમમાં આવી શકે છે. સવાલ એ પણ છે કે જયસ્વાલ સતત ફ્લોપ છે તો તેને ટીમમાં કેવી રીતે લાવવામાં આવે?

જયસ્વાલ જ્યારે ક્રિઝ પર રહે ત્યારે તે તોફાની બેટિંગ કરીને બોલરોની લય બગાડવાનો પ્રયાસ કરે છે. આ સ્થિતિમાં રોહિત શર્મા જયસ્વાલને ઓપનર તરીકે પસંદ કરવા તેનું નામ આગળ કરી શકે છે. આ સ્થિતિમાં અભિષેક શર્માને સ્થાન ન મળી શકે.

જ્યારે નીચે રમવાની વાત આવે ત્યારે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ છે. ફિનિશર તરીકે રિંકુ સિંહ પણ છે. અભિષેક શર્મા માટે પણ ત્યાં કોઈ સ્થાન નથી. એવું લાગી રહ્યું છે કે અભિષેક શર્મા ટી-20 વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન મેળવી શકશે નહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X