IPL 2024 : ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં કોણ આગળ, જાણો ટોપ 5ની યાદી
IPL 2024 : ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન ફરી એકવાર પોતાના જૂના અંદાજમાં જોવા મળી રહ્યો છે. IPL 2024માં વિરાટ કોહલીનું બેટ જોરદાર બોલી રહ્યું છે. જોકે, રોયલ ચેલેન્જર બેંગ્લોર ટીમનું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી.
રોયલ ચેલેન્જર બેંગ્લોરની ટીમને પ્રથમ ચારમાંથી ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, વિરાટ કોહલી એવો બેટ્સમેન છે, જેણે ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી સૌથી વધુ રન બનાવ્યા છે. ચાર મેચમાં વિરાટ કોહલીના બેટથી કુલ 203 રન થયા છે.
રિયાન પરાગે પણ બતાવી પોતાની તાકાત - આ સિઝનમાં ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરનાર રિયાન પરાગ IPLમાં પણ પોતાની ઓળખ બનાવી રહ્યો છે.
રિયાન પરાગે આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે કેટલીક મેચ વિનિંગ ઇનિંગ્સ રમી છે. અત્યાર સુધીમાં રિયાન પરાગે કુલ 181 રન બનાવ્યા છે અને ઓરેન્જ કેપની યાદીમાં તે વિરાટ કોહલી પછી બીજા સ્થાને છે.
હેનરિચ ક્લાસને ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા - સનરાઈઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક બેટ્સમેન હેનરિક ક્લાસને મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર બેટિંગ કરી. આ સિઝનમાં તે એક અલગ જ લયમાં જોવા મળી રહ્યો છે.
ક્લાસેનના જોરદાર પ્રદર્શનને કારણે સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સ સામે 277 રન બનાવ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં આ સૌથી મોટો સ્કોર છે.

પુરન-ડી કોકે પણ અજાયબીઓ કરી - ક્લાસેન 167 રન સાથે ઓરેન્જ કેપ રેસમાં ત્રીજા સ્થાને છે. ચોથા નંબર પર લખનઉ સુપરજાયન્ટ્સના વાઇસ કેપ્ટન નિકોલસ પુરનનું નામ છે.
નિકોલસ પૂરને આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી 146 રન બનાવ્યા છે. જ્યારે લખનઉના ક્વિન્ટન ડી કોકનું નામ પણ પાંચમા નંબર પર છે. ક્વિન્ટન ડી કોક આ સિઝનમાં અત્યાર સુધી 149 રન બનાવવામાં સફળ રહ્યો છે.
પર્પલ કેપની રેસમાં કોણ આગળ છે? - બીજી તરફ જો પર્પલ કેપ રેસની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનનું નામ પર્પલ કેપ રેસમાં સૌથી આગળ છે.
મુસ્તાફિઝુર રહેમાને અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાં સાત વિકેટ ઝડપી છે. મુસ્તફિઝુર રહેમાન બાદ લખનઉના ફાસ્ટ બોલર મયંક યાદવનું નામ બીજા નંબર પર છે. મયંક યાદવે આ IPLમાં 6 વિકેટ લીધી છે.
ઓરેન્જ કેપની યાદી
- વિરાટ કોહલી - 203 રન
- રિયાન પરાગ- 181 રન
- હેનરિક ક્લાસેન-167 રન
- નિકોલસ પૂરન - 146 રન
- ક્વિન્ટન ડી કોક- 139 રન
પર્પલ કેપની યાદી
- મુસ્તાફિઝુર રહેમાન - 7 વિકેટ
- મયંક યાદવ - 6 વિકેટ
- યુઝવેન્દ્ર ચહલ - 6 વિકેટ
- મોહિત શર્મા - 6 વિકેટ
- ખલીલ અહેમદ- 5 વિકેટ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
