IPL 2024 : આઈપીએલનો બાકી રહેલો કાર્યક્રમ જાહેર, અહીં રમાશે ફાઈનલ
બીસીસીઆઈએ આઈપીએલની શરૂઆત પહેલા અડધુ શિડ્યુલ જારી કર્યુ હતુ. હવે આઈપીએલની શરૂઆત થઈ ચુકી છે ત્યારે બીજુ શિડ્યુલ જારી કરાયુ છે.
બીસીસીઆઈએ આઈપીએલના બાકીના શેડ્યૂલની જાહેરાત કરી છે. આમાં પ્લેઓફ સ્થળોનો સમાવેશ થાય છે. લીગની ફાઇનલ મેચ 26 મેના રોજ રમાવાની છે.

IPLના બાકીના શેડ્યૂલમાં એક પણ મેચ દેશની બહાર રમાશે નહીં. તમામ મેચ ભારતમાં જ રમાશે. પ્લેઓફ મેચ ચેન્નાઈ અને અમદાવાદમાં રમાશે. અમદાવાદમાં 21 અને 22 મેના રોજ પ્રથમ ક્વોલિફાયર અને એલિમિનેટર મેચ રમાશે.
બીજી ક્વોલિફાયર મેચ અને ફાઈનલ મેચ ચેન્નાઈમાં રમાશે. આ મેચો અનુક્રમે 24 અને 26 તારીખે રમાશે. બોર્ડે પ્રથમ તબક્કા માટે 21 મેચોના સમયપત્રકની જાહેરાત કરી હતી.
આગામી મેચ 8 એપ્રિલે રમાશે. પ્રથમ તબક્કાની જેમ બીજા તબક્કામાં પણ પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે શરૂ થશે. ચેન્નાઈ 8મી એપ્રિલે KKR સામે ટકરાશે.
આ કાર્યક્રમમાં પંજાબ કિંગ્સની કેટલીક મેચો ધર્મશાલામાં નિર્ધારિત કરવામાં આવી છે, ગત સિઝનમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું. પંજાબની ચેન્નાઈ અને આરસીબી સાથેની મેચો ત્યાં રમાશે.
IPL 2024 SCHEDULE....!!! ⭐ pic.twitter.com/M80vWCBE40
— Johns. (@CricCrazyJohns) March 25, 2024
રાજસ્થાન રોયલ્સ 15 અને 19 મેના રોજ ગુવાહાટીમાં બે મેચ રમશે. ગત સિઝનમાં પણ આવું બન્યું હતું. આ વખતે પંજાબ કિંગ્સ અને કેકેઆર સામે રાજસ્થાનની મેચ આસામમાં રમાશે.
19 મેના રોજ રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ લીગ તબક્કાની છેલ્લી મેચ રમાશે. આ પછી પ્લેઓફ સ્ટેજ શરૂ થશે. જો કે આ પહેલા એક દિવસનો બ્રેક લેવામાં આવશે. 20મી મેના રોજ કોઈ મેચ રમાશે નહીં. પ્લેઓફ મેચો 21 મેથી શરૂ થશે. લોકસભાની ચૂંટણીને કારણે બે તબક્કામાં IPLનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
