IPL 2024 Prize Money: ચેમ્પિયન બનતા જ KKR થઈ માલામાલ, SRHને હારીને પણ મળ્યા કરોડો, જાણો કોને શું મળ્યુ?
IPL 2024 Prize Money: કોલકત્તા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024નો ખિતાબ જીત્યો. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમ આઈપીએલના ઈતિહાસમાં પ્રથમ વખત અને ત્રીજી વખત આઈપીએલ ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં કોલકત્તા નાઈટ રાઈડર્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે શાનદાર જીત હાંસલ કરી હતી.
આ જીત બાદ કોલકત્તા નાઈટ રાઈડર્સને માત્ર ચમકતી ટ્રોફી જ નહીં પરંતુ ટીમને ઈનામી રકમ તરીકે 20 કરોડ રૂપિયા પણ મળ્યા. જ્યારે રનર અપ રહેલી સનરાઈઝર્સ હૈદરાબાદને પણ ઈનામ તરીકે 13 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

આ સિવાય ત્રીજા સ્થાને રહેલી રાજસ્થાન રૉયલ્સ ટીમને 7 કરોડ રૂપિયા જ્યારે ચોથા સ્થાને ટૂર્નામેન્ટ સમાપ્ત કરનાર રૉયલ ચેલેન્જર બેંગ્લોરને 6 કરોડ 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
આ સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે IPL માટે મોટા ખેલાડીઓ પર દાવ લગાવ્યો હતો. હૈદરાબાદે ટ્રેવિસ હેડ અને પેટ કમિન્સ જેવા ખેલાડીઓને કરોડો રૂપિયા આપીને ઉમેર્યા હતા. એક રીતે હૈદરાબાદની આ દાવ પણ સાચી સાબિત થઈ. પેટ કમિન્સ અને ટ્રેવિસ હેડના જોરદાર પ્રદર્શનના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી.
ઓરેન્જ કેપના વિજેતાને 15 લાખ રૂપિયા આપવામાં આવશે. વિરાટ કોહલી આ સિઝનમાં ઓરેન્જ કેપ જીતવામાં સફળ રહ્યો છે. જ્યારે હર્ષલ પટેલ પર્પલ કેપ કબજે કરવામાં સફળ રહ્યો હતો. હર્ષલ પટેલે આ સિઝનમાં સૌથી વધુ 24 વિકેટ પોતાના નામે કરી છે.
ગયા વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે આઈપીએલનો ખિતાબ કબજે કર્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે વર્ષ 2023માં ગુજરાત ટાઇટન્સને રોમાંચક મેચમાં હરાવીને ટ્રોફી જીતી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સને પણ જીત બાદ 20 કરોડ રૂપિયાની રકમ ઈનામ તરીકે મળી હતી.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
