IPL 2024 Playoffs : હજુ પણ પ્લેઓફમાં પહોંચી શકે છે મુંબઈ ઈન્ડિયન્સ, જાણો કેવી રીતે?
મુંબઈ ઈન્ડિયન્સ માટે આઈપીએલની આ સિઝન ખાસ રહી નથી. શરમજનક પ્રદર્શનને કારણે મુંબઈ લગભગ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. જો કે કેટલાક સમીકરણો ઠીક રહ્યાં તો હજુ પણ મુંબઈ પ્લેઓફ રમી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધીમાં 11 મેચ રમી છે જેમાંથી ટીમને આઠ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ માત્ર ત્રણ મેચ જીતી શકી છે. આ જ કારણ છે કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લે એટલે કે 10મા સ્થાને છે.

આઈપીએલની વર્તમાન સિઝન સમાપ્ત થવાના આરે છે અને તમામ ટીમ પ્લેઓફમાં પહોંચવા પ્રયાસો કરી રહી છે. આ સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે પ્લેઓફમાં પહોંચવું હજુ પણ શક્ય છે, જો કે અશક્ય નથી પરંતુ પહોંચવું ખૂબ મુશ્કેલ છે.
જો મુંબઈ ઈન્ડિયન્સને પ્લેઓફમાં પહોંચવું હોય તો ટીમને તેની તમામ મેચ જીતવી પડશે અને અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે.
IPL 2024ના પ્લેઓફમાં પહોંચવા મુંબઈ ઈન્ડિયન્સને બાકીની ત્રણેય મેચો મોટા અંતરથી જીતવી પડશે. મુંબઈ ઈન્ડિયન્સને સનરાઈઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ સામે મોટા માર્જિનથી જીતવું પડશે.
આ પછી ટીમે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. મુંબઈએ પ્રાર્થના કરવી પડશે કે પ્લેઓફની રેસમાં રહેલી અન્ય ટીમો 12થી વધુ પોઈન્ટ ન મેળવે. પરંતુ આ ખૂબ જ મુશ્કેલ છે.
રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમોએ પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ નક્કી કરી લીધું છે. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદ, લખનૌ સુપરજાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે પણ 12-12 પોઈન્ટ છે. મુંબઈએ આશા રાખવી પડશે કે ઓછામાં ઓછી બે ફ્રેન્ચાઈઝી તેમની બાકીની તમામ મેચ હારી જાય.
જો આમ થાય છે અને મુંબઈ ઈન્ડિયન્સ આગામી મેચ મોટા માર્જિનથી જીતી જાય તો મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચવાની સંભાવના બની શકે છે. જો કે આવુ થવાની સંભાવના ઘણી ઓછી છે.












Click it and Unblock the Notifications
