IPL 2024 Orange Cap: વિરાટ કોહલી સૌથી આગળ, જાણો IPL 2024ના ટોપ 5 બેટ્સમેન
IPL 2024 Orange Cap: IPL 2024માં દરેક મેચ રોમાંચક બની રહી છે. અત્યાર સુધીમાં ફક્ત શ્રૈયાસ ઐયરની કેપ્ટનશીપ વાળી કોલકત્તા નાઇટ રાઇડર્સે જ પ્લેઓફમાં એન્ટ્રી કરી છે. બાકીની અન્ય ટીમો હજુ પ્લેઓફમાં પહોંચી શકી નથી, તેમને વધુ મેચ જીતવાની જરૂરત છે.
આ દરમિયાન, જો આપણે આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની વાત કરીએ, તો વિરાટ કોહલી હજુ પણ નંબર વન પોઝિશન પર બેઠો છે, તેની લીડ હવે વધુ વધી ગઈ છે.
ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી આગળ - RCB ના વિરાટ કોહલીએ આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તે એકમાત્ર એવો બેટ્સમેન છે, જેણે આ વર્ષે 600થી વધુ રન બનાવ્યા છે.

તેમણે અત્યાર સુધી 13 મેચ રમીને 661 રન બનાવ્યા છે. તેની સરેરાશ 66.10 છે, જ્યારે તે 155.16ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે. તેમણે એક સદી અને 5 અડધી સદી ફટકારી છે.
CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ બીજા સ્થાને - આ પછી બીજા નંબરના બેટ્સમેનની વાત કરીએ તો અહીં CSKના ઋતુરાજ ગાયકવાડ છે. તેણે અત્યાર સુધી 13 મેચ રમી છે, અને 583 રન બનાવ્યા છે. તેની એવરેજ 58.30 અને સ્ટ્રાઈક રેટ 141.50 છે.
તેણે અત્યાર સુધીમાં એક સદી અને 4 અડધી સદી ફટકારી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા ટ્રેવિસ હેડે 11 મેચમાં 533 રન બનાવ્યા છે, અને તે આ યાદીમાં ત્રીજા સ્થાને છે. તેના નામે અત્યાર સુધી એક સદી અને 4 અડધી સદી છે.
સાઈ સુદર્શન અને સંજુ સેમસન પણ ટોપ 5 માં - આ ટોપ 3 બેટ્સમેન પછી જો ટોપ 5 માં સામેલ વધુ ત્રણ ખેલાડીઓની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા સાઈ સુદર્શન ચોથા નંબર પર છે. તેણે 12 મેચ રમીને અત્યાર સુધી 527 રન બનાવ્યા છે.
તેના નામે અત્યાર સુધી એક સદી અને બે અડધી સદી છે. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન 5માં નંબર પર યથાવત છે. અત્યાર સુધી તેણે 12 મેચ રમીને 486 રન પોતાના નામે કર્યા છે. તે હજુ સુધી સદી ફટકારી શક્યો નથી, પરંતુ કુલ 5 અડધી સદી ફટકારી ચુક્યો છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
