IPL 2024 : હવે નવા નામે ઉતરશે કોહલીની ટીમ, નવો લોગો લોન્ચ કરાયો
આઈપીએલ ટાઈટલ જીતવા માટે વર્ષોથી રાહ જોઈ રહેલી બેંગ્લોરની ટીમે હવે ટીમનું નામ બદલ્યુ છે. આ સિઝનમાં ટીમ નવા નામે મેદાનમાં ઉતરશે.
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આરસીબી અનબોક્સ ઇવેન્ટમાં તેનું નામ બદલીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ રાખ્યું છે.

ફ્રેન્ચાઇઝીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ સમાચારની પુષ્ટિ કરી છે. નામની સાથે ફ્રેન્ચાઇઝીએ ટુર્નામેન્ટની આગામી સિઝન પહેલા એક નવો લોગો પણ લોન્ચ કર્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં તેમની પ્રથમ ટ્રોફી જીતી છે. સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની ટીમે ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને વિમેન્સ પ્રીમિયર લીગ જીતી લીધી છે. જો કે, RCB અનબોક્સ ઈવેન્ટમાં પુરૂષોની ટીમને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. આ ઈવેન્ટમાં, ફ્રેન્ચાઈઝીએ તેનું નામ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરથી બદલીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ કરાયુ છે.
મહિલા ટીમ બાદ હવે પુરૂષ ટીમ પણ આ વર્ષે ટ્રોફી કબજે કરવા મેદાને ઉતરશે. વિરાટ કોહલી ઉપરાંત ટીમને ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન અને ફાફ ડુ પ્લેસિસ પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે.
છેલ્લી સીઝનની વાત કરીએ તો IPL 2023 રોયલ ચેલેન્જર બેંગ્લોર માટે કંઈ ખાસ નથી રહ્યું. RCBએ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને તેની સફર સમાપ્ત કરી હતી. આ સિઝનમાં ટીમના ખેલાડીઓએ પોતાની તાકાત બતાવવી પડશે.
આરસીબીની પ્લેઈંગ ઈલેવન
ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, કેમેરોન ગ્રીન, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, મહિપાલ લોમર, મયંક ડાગર, અલઝારી જોસેફ, યશ દયાલ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
