IPL 2024 : ગુજરાત ટાઈટન્સમાં નવા કેપ્ટનની એન્ટ્રી, આ ખેલાડી કમાન સંભાળશે

આઈપીએલ શરૂ થવામાં થોડા દિવસો બાકી છે. આ પહેલા જ ગુજરાત ટાઈટન્સના ફેન્સ માટે એક મોટા સમાચાર આવ્યા છે.

ગુજરાત ટાઈટન્સની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં હતી અને તેને આ સિઝનમાં મુંબઈ સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. હવે આ ગુજરાત ટાઈટન્સે નવા કેપ્ટનની જાહેરાત કરી છે.

Gujarat Titans

હાર્દિક બાદ ગુજરાત ટાઇટન્સ ટીમે સ્ટાર શુભમન ગિલને કેપ્ટન બનાવ્યો છે. હવે ગિલ IPL 2024 પહેલા જ ગુજરાત ટાઇટન્સ ટીમ સાથે જોડાઈ ગયો છે.

ગુજરાત ટાઇટન્સે સોશિયલ મીડિયા પર લખ્યું કે, કેપ્ટન ગિલનું ઘરે સ્વાગત છે. આપણો કેપ્ટન આવી ગયો છે. ગિલે આ પહેલા IPLમાં કેપ્ટનશિપ કરી નથી. ગિલે અંડર-19 વર્લ્ડ કપ 2018માં ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટનની જવાબદારી નિભાવી છે.

તેણે છેલ્લી બે સિઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે સારું પ્રદર્શન કર્યું છે અને ટીમ માટે ઘણી મેચો પોતાના દમ પર જીતાડી છે.

શુભમન ગિલે IPL 2022માં 483 રન અને IPL 2023માં 890 રન બનાવ્યા હતા. તે IPL 2023માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. તેણે આ સિઝનમાં કુલ ત્રણ સદી અને ચાર અડધી સદી ફટકારી હતી. તેણે એકલા હાથે ગુજરાત ટાઇટન્સને ફાઇનલમાં પહોંચાડ્યું હતું. જો કે ફાઇનલમાં ગુજરાતને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાત ટાઇટન્સ પહેલા શુભમન ગિલ કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમતો હતો. અત્યાર સુધીમાં તેણે 91 IPL મેચોમાં કુલ 2790 રન બનાવ્યા છે, જેમાં 18 અડધી સદી સામેલ છે. ગિલ તેની શાનદાર બેટિંગ માટે જાણીતો છે. ગુજરાત ટાઇટન્સ ટીમ 24 માર્ચે IPL 2024માં તેની પ્રથમ મેચ રમવાની છે. જ્યારે ગુજરાતની ટીમ બીજી મેચ 26મી માર્ચે રમશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X