IPL 2024 : હાર્દિક પંડ્યા ઘમંડી હોવાના નિવેદન બાદ ડી વિલિયર્સે સ્પષ્ટતા કરી, જાણો શું કહ્યું?
મુંબઈ ઈન્ડિયન્સને ડુબાડનારા કેપ્ટન હાર્દિક પંડ્યા પર ઘણા મોટા સ્ટાર ખેલાડીઓ ખફા જોવા મળી રહ્યા છે. આ ક્રમમાં એબી ડી વિલિયર્સ પણ ખફા થયો હતો.
થોડા દિવસ પહેલા એબી ડી વિલિયર્સે હાર્દિકની કેપ્ટનશીપ પર ટિપ્પણી કરી હતી, જે ચર્ચાનો વિષય બની રહી હતી. હવે ડી વિલિયર્સે એક વીડિયો દ્વારા કહ્યું છે કે તેના શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે.

એબી ડી વિલિયર્સે થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ આત્મવિશ્વાસથી ભરેલી છે. તેમણે કહ્યું કે હાર્દિકની કેપ્ટનશીપ અહંકારથી પ્રેરિત છે અને તે પહોળી છાતી સાથે નિર્ણયો લે છે.
હવે ડી વિલિયર્સે કહ્યું કે, હાર્દિક પંડ્યા અને મુંબઈ ઈન્ડિયન્સને લઈને તેના નિવેદનને વિકૃત કરીને જોવામાં આવી રહ્યું છે. તેણે કહ્યું કે, પત્રકારત્વનું સ્તર ઘણું નીચે ગયું છે. ડી વિલિયર્સે કહ્યું કે જો તેને ફરીથી એ જ વાત કહેવી હશે તો તે ચોક્કસ કહીશ.
એબી ડી વિલિયર્સે કહ્યું કે, મેં સ્પષ્ટપણે કહ્યું છે અને ફરીથી કહેતા અચકાઈશ નહીં. મને હાર્દિકની રમવાની રીત અને તેની કેપ્ટનશીપ પસંદ છે. હું એટલું જ કહીશ કે તેણે તેની કેપ્ટનશિપ પર ઘણું કામ કર્યું છે.
એબી ડી વિલિયર્સ હાર્દિક પંડ્યાના સમર્થનમાં આવ્યો અને કહ્યું કે, તે પણ હાર્દિકની સ્ટાઈલમાં રમતો રહ્યો છે. તેના મતે કેટલીકવાર વિરોધી ટીમ પર માનસિક બઢત મેળવવા તમારે બતાવવું પડે છે તમારી સામે જીતવું તેમના માટે સરળ નથી.
આ કારણે હાર્દિક ઈગોને વચ્ચે લાવે છે. ડી વિલિયર્સના મતે આ પ્રકારની સ્ટાઈલ સ્વીકારવી સરળ નથી, ખાસ કરીને સિનિયર ખેલાડીઓ માટે. તેમણે ખોટા સમાચાર ફેલાવનારા પત્રકારોને પણ આડે હાથ લીધા.
-
IPL 2026: RCBએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી, SRH પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
