IPL 2024 : રોહિત શર્માની વિકેટનો જશ્ન મનાવતા ચેન્નાઈ સુપર કિંગ્સના ફેનની હત્યા, જાણો પુરી ઘટના
આઈપીએલમાં મેદાન પર ઘણી વખત ખેલાડીઓને આક્રમક થતા તમે જોયા હશે. ઘણી વખત મેચ દરમિયાન બન્ને ટીમના ફેન્સ વચ્ચે બબાલ પણ તમે જોઈ હશે. જો કે કોલ્હાપુરના એક ગામમાં મામલો આગળ વધીને મર્ડર સુધી પહોંચી ગયો.
અહેવાલો અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સના કેટલાક સમર્થકોએ રોહિત શર્માની વિકેટની ઉજવણી કરી રહેલા એક પ્રશંસકને માર માર્યો. આ ફેન ચેન્નાઈ સુપર કિંગ્સનો હતો.

આ ઘટના મહારાષ્ટ્રના કોલ્હાપુરની છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં રોહિત શર્માની વિકેટ પડ્યા બાદ આ ફેન્સે ઉજવણી કરી હતી. આ પછી મુંબઈ ઈન્ડિયન્સના બે સમર્થકો ગુસ્સે થઈ ગયા અને જીવલેણ હુમલો કરી દીધો.
આ 63 વર્ષના વ્યક્તિની ઓળખ બંદોપંત બાપુસો તરીકે થઈ છે. રોહિત શર્માની વિકેટની ઉજવણી કર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના બે સમર્થકોએ તેની હત્યા કરી છે. બંદોપંત કોલ્હાપુરના ગામ હમંતવાડીમાં કેટલાક લોકો સાથે ટીવી પર મેચ જોઈ રહ્યા હતા.
આ પછી રોહિત શર્માની વિકેટ પડી અને તેણે ઉજવણી કરી. આનાથી 35 વર્ષીય સદાશિવ ઝાંઝે અને 50 વર્ષીય બળવંત મહાદેવ ગુસ્સે થયા.
આ પછી બંનેએ મળીને 63 વર્ષીય ઉજવણી કરી રહેલા ચાહક બંદોપંત પર લાકડીઓ વડે હુમલો કર્યો. પીડિતને માથામાં ગંભીર ઈજા થતાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયુ. પોલીસે બંને ગુનેગારો સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
