IPL 2024 Auction Scheduled: હરાજી સાથે રચાશે ઇતિહાસ, આ ખેલાડી પર લાગશે મોટી બોલી
IPL 2024 Auction Scheduled: હાલ વિશ્વ કપ 2023નો ફીવર ચાલી રહ્યો છે. વર્લ્ડ કપ પૂરો થાય એ પહેલા ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર છે. હવે ફેન્સ આઇપીએલ 2024 લઇને ઉત્સાહિત થઇ ગયા છે. આ માટે BCCI દ્વારા પૂરી તૈયારી કરી લીધી છે.
IPL 2024 સિઝન પહેલા પ્લેયરોનું મિની ઓક્સનનું આયોજન વિદેશની ધરા પર કરવામાં આવી રહ્યું છે. આ પહેલી વાર હશે, જ્યારે આઇપીએલનું ઓક્શન વિદેશમાં યોજાઇ રહ્યું છે.

BCCI એ IPL 2024 ની તમામ 10 ટીમોને 15 નવેમ્બર સુધીમાં રિટેન અને રિલીઝ કરવામાં આવેલા ખેલાડીઓની યાદી જાહેર કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પછી 19મી ડિસેમ્બરના રોજ દુબઈમાં મિની ઓક્શન યોજાશે.
IPL 2024ની સિઝન માટે દરેક ટીમ પાસે રૂપિયા 100 કરોડનું પર્સ હશે, જે ગત સિઝનના રૂપિયા 95 કરોડ કરતાં રૂપિયા 5 કરોડ વધુ છે.
કઇ ટીમો પાસે કેટલા પૈસા
- પંજાબ કિંગ્સ - 12.20 કરોડ
- સનરાઇઝર્સ હૈદરાબાદ - 6.55 કરોડ
- ગુજરાત ટાઇટન્સ - 4.45 કરોડ
- દિલ્હી કેપિટલ્સ - 4.45 કરોડ
- લખનઉ સુપર જાયન્ટ્સ - 3.55 કરોડ
- રાજસ્થાન રોયલ્સ - 3.35 કરોડ
- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - 1.175 કરોડ
- કોલકાતા નાઈટ રાઈડર્સ - 1.65 કરોડ
- ચેન્નાઈ સુપર કિંગ્સ - 1.5 કરોડ
- મુંબઈ ઈન્ડિયન્સ - 0.05 કરોડ
મિની હરાજીમાં લગાવવામાં આવે છે મોટી બોલી - દરેક ટીમે હરાજીના દિવસે કેટલો ખર્ચ કરવો પડશે, તે 2023ની હરાજીમાંથી તેમના વણખર્ચાયેલા પર્સ ઉપરાંત, તેઓએ રિલીઝ કરેલા ખેલાડીઓની કિંમત પર નિર્ભર રહેશે. જોકે, હાલમાં પંજાબ કિંગ્સ પાસે સૌથી વધુ પૈસા બચ્યા છે.
આ સાથે જ મુંબઈ ઈન્ડિયન્સ પાસે સૌથી ઓછા પૈસા બચ્યા છે. ઉલ્લેખનીય છે કે, દર ચાર વર્ષમાં એક વખત યોજાતી બે દિવસીય મેગા ઓક્શનની સરખામણીમાં મિની ઓક્શનમાં સૌથી વધુ બોલી લગાવવામાં આવી છે.
8 વર્ષ બાદ IPLમાં વાપસી કરશે મિચેલ સ્ટાર્ક - ખાસ કરીને વિદેશી ખેલાડીઓ પર ઘણા પૈસાનો વરસાદ થાય છે. સેમ કુરન 2023ની સિઝનમાં IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. પંજાબ કિંગ્સે તેને 18.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
આ વખતે પણ ઘણા વિદેશી ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થવાની સંભાવના છે. જેમાં ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક પણ સામેલ છે. તાજેતરમાં જ તેણે IPLમાં વાપસીની જાહેરાત કરી છે. તે આઠ વર્ષ બાદ IPLમાં વાપસી કરશે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
