IPL 2023 SRH vs RCB: હેનરી ક્લાસેનની ક્લાસ બેટિંગ, હૈદરાબાદે બનાવ્યા 186 રન
આઇપીએલ 2023ની 65મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ રહી છે. બેંગલોરે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 186 રન બનાવ્યા હતા. બેંગલોરે જીતવા માટે 187 રન બનાવવા પડશે.
હૈદરાબાદના ઓપનર બેટ્સમેન અભિષેક શર્માએ 14 બોલમાં 11 રન બનાવ્યા હતા. આ ઉપરાંત રાહુલ ત્રિપાઠીએ 12 બોલમાં 15 રન બનાવ્યા હતા. કેપ્ટન એડન માર્કરમે 20 બોલમાં 18 રન બનાવ્યા હતા.

આ સાથે આજના હૈદરાબાદ ના હીરો હેનરી ક્લાસેને 51 બોલમાં 104 રન બનાવ્યા હતા. ક્લાસેને 6 સિક્સ અને 8 ચોગ્ગા માર્યા હતા. આ ઉપરાંત હેરી બ્રુકે 27 રન તથા ગ્લેન ફિલિપે 5 રન બનાવ્યા હતા.
બેંગલોરના સ્ટ્રાઇકર બોલર મોહમ્મદ સિરાજે 4.25ની ઇકોનોમી સાથે બોલિંગ કરી 4 ઓવરમાં 17 રન આપી 1 વિકેટ ઝડપી હતી. મિશેલ બ્રેસવેલે 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત શાહબાઝ અહેમદ અને હર્ષલ પટેલને 1-1 વિકેટ મળી હતી.
આઈપીએલ પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે આરસીબીએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જીત મેળવવી પડશે. આરસીબી પાસે લીગ તબક્કામાં હજુ બે મેચ રમવાની છે અને આ બંને મેચમાં ટીમે જીત મેળવવાનો પ્રયાસ કરવો પડશે.
મુંબઈ ઈન્ડિયન્સ સિવાય માત્ર RCB ટીમ પાસે 16 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે. RCBના 12 મેચમાં 12 પોઈન્ટ છે અને તેની નજર સતત બીજી જીત પર હશે. જો તે હૈદરાબાદને હરાવવામાં સફળ રહેશે તો તેની છેલ્લી મેચ ગુજરાત સામે થશે.












Click it and Unblock the Notifications
