IPL 2023 RCB vs KKR: કોહલીએ ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય
IPL 2023 ની 36મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટકરાશે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોલકાતા નાઇટ રાઇડર્સ પ્રથમ બેટિંગ કરી મોટુ ટાર્ગેટ સેટ કરવાની કોશિશ કરશે. આજે બેંગલોર વિરાટ કોહલીની આગેવાનીમાં રમશે.

બંને ટીમો વચ્ચે આ 33મી ટક્કર હશે. આ પહેલા રમાયેલી 32 મેચોમાં KKR 18 અને RCBએ 14 મેચ જીતી છે. આ ટીમોના છેલ્લા પાંચ મુકાબલામાં પણ કેકેઆરનો દબદબો રહ્યો છે. KKRએ આ પાંચમાંથી ત્રણ મેચ જીતી છે. IPLની આ સિઝનમાં પણ આ બંને ટીમો સામસામે આવી ચુકી છે. આ મેચમાં KKRએ RCBને 81 રનથી હરાવ્યું હતું.
આઈપીએલની આ સિઝનમાં કોલકાતાના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમના મોટાભાગના બેટ્સમેનોએ પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. જેસન રોય, વેંકટેશ ઐયર, નીતિશ રાણા, રિંકુ સિંહ અને આન્દ્રે રસેલ સારા ફોર્મમાં છે. જોકે, વિજયની ગતિ ન મળવાને કારણે આ બેટ્સમેનોનો આત્મવિશ્વાસ ડગમગી ગયો છે અને છેલ્લી કેટલીક મેચોમાં તેમનું પ્રદર્શન નિયમિત રહ્યું નથી.
આ ટીમની સૌથી નબળી કડી બોલિંગ રહી છે. ખાસ કરીને ઝડપી બોલરો આ સિઝનમાં સંપૂર્ણ ફ્લોપ રહ્યા છે. KKRના બોલરો ઘણા રન ખર્ચી રહ્યા છે. બેંગલોરના મેદાન પર આ બોલરોની હાલત ખરાબ થઈ શકે છે, કારણ કે આ મેદાન બેટ્સમેનોને અનુકૂળ રહ્યું છે.
RCBએ અત્યાર સુધી જેટલી મેચો જીતી છે તેમાં આ ટીમના ટોપ-3ની મહત્વની ભૂમિકા રહી છે. કોહલી, ડુપ્લેસીસ અને મેક્સવેલ ખૂબ જ ઝડપી રીતે રન બનાવી રહ્યા છે. બોલિંગમાં મોહમ્મદ સિરાજ આ ટીમની તાકાત છે. તે સારા ઈકોનોમી રેટ સાથે બોલિંગ કરી રહ્યો છે અને પાવરપ્લેમાં ટીમ માટે વિકેટ પણ લઈ રહ્યો છે.
RCB માટે મિડલ ઓર્ડર સૌથી મોટી સમસ્યા છે. ટોપ-3 સિવાય અન્ય કોઈ બેટ્સમેન ખાસ પ્રભાવ છોડી શક્યો નથી. બોલિંગમાં પણ સિરાજ સિવાય અન્ય બોલરોના પ્રદર્શનમાં પણ અનિયમિતતા જોવા મળી છે. જો કે, છેલ્લી બે મેચમાં આરસીબીના તમામ બોલરોએ સારું પ્રદર્શન કર્યું છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
