IPL 2023 LSG vs RCB: RCBએ કર્યો રનોનો પહાડ, લખનૌએ જીતવા બનાવવા પડશે 213 રન
આજે ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાશે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવા જઇ રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રોયલ ચેલેંજર્સ બેંગલોર પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવી 212 રન બનાવ્યા હતા.

બેંગલોરના ઓપનર બેટ્સમેન વિરાટ કોહલીએ આક્રમક શરૂઆત કરી હતી. કોલહીએ 44 બોલમાં 4 સિક્સ અને 4 ચોગ્ગાની મદદથી 61 રન બનાવ્યા હતા. આ ઉપરાત કેપ્ટન ફાફ ડુપ્લેસિસે 46 બોલમાં 5 સિક્સ અને 5 ચોગ્ગા સાથે 79 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ગ્લેન મેક્સવેલે 29 બોલમાં 6 સિક્સ અને 3 ચોગ્ગાની મદદથી 59 રન બનાવ્યા હતા.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે IPLની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર જીત સાથે કરી હતી. પરંતુ તે પોતાની જીતનો સિલસિલો આગળ જાળવી રાખવામાં સફળ ન થઈ શક્યુ. RCBને બીજી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 81 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં, RCB ફરી એકવાર જીતના ટ્રેક પર પરત ફરવાનો પ્રયાસ કરશે.
RCBની પ્લેઇંગ 11: વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ (સી), મહિપાલ લોમરોર, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, દિનેશ કાર્તિક (WC), અનુજ રાવત, ડેવિડ વિલી, વેઈન પાર્નેલ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ.
LSGની પ્લેઇંગ 11: કેએલ રાહુલ (કેપ્ટન), કાયલ મેયર્સ, દીપક હુડા, માર્કસ સ્ટોઈનીસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (વિકેટકીપર), જયદેવ ઉનડકટ, અમિત મિશ્રા, અવેશ ખાન, માર્ક વુડ, રવિ બિશ્નોઈ.












Click it and Unblock the Notifications
