IPL 2023 Qualifier 2 GT vs MI: શુભમન ગિલની તોફાની સદી, ગુજરાતે બનાવ્યા 233 રન
આજે આઇપીએલની ક્વોલિફાયર 2 મેચ મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઇ રહી છે. મુંબઇના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 3 વિકેટ ગુમાવી 233 રન બનાવ્યા હતા.

ગુજરાત ટાઇટન્સના ઓપનર શુભમન ગિલે તોફાની બેટિંગ કરી હતી. ગિલે 602 બોલમાં 129 રન બનાવ્યા હતા. રિદ્ઘિમાન સાહાએ 16 બોલમાં 18 રન બનાવ્યા હતા. આ ઉપરાંત સાંઇ સુદર્શન 31 બોલમાં 43 રન બનાવી રિટાયર્ડ હર્ટ થયો હતો. જે બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાએ 13 બોલમાં 28 રનની ઇનિંગ રમી હતી તથા રાશિદ ખાને 2 બોલમાં 5 રન બનાવ્યા હતા.
મુંબઇની બોલિંગની વાત કરીયે તો આકાશ માધવાલે 4 ઓવરમાં 52 રન આપી 1 વિકેટ લીધી હતી જ્યારે પિયુષ ચાવલાએ 3 ઓવરમાં 45 રન આપી 1 વિકેટ ઝડપી હતી. ક્રિસ જોર્ડન મુંબઇ માટે સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. જોર્ડને 4 ઓવરમાં 56 રન આપ્યા હતા.
IPL 2023માં, રોહિત શર્માની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે છેલ્લી કેટલીક મેચોમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની આ મેચમાં વિજેતા ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે. ગુજરાતની ટીમે ગયા વર્ષે IPL ટ્રોફી પર કબજો કર્યો હતો.
મુંબઈએ આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી પાંચ વખત આ ખિતાબ જીત્યો છે. બંને ટીમો ફરી એકવાર ફાઇનલમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરશે. રોહિત શર્માની ટીમનો ગુજરાત ટાઇટન્સ સામે સારો રેકોર્ડ છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે. આ દરમિયાન મુંબઈએ 2 અને ગુજરાતે એક મેચ જીતી છે.
ગુજરાત તરફથી શુભમન ગિલ ફોર્મમાં છે. જ્યારે મુંબઈ તરફથી મોટાભાગના બેટ્સમેનોના બેટમાંથી રન આવી રહ્યા છે. સૂર્યકુમાર યાદવ અને કેમરન ગ્રીન ટીમ માટે મધ્ય ઓવરોમાં ઝડપી રન બનાવવામાં સફળ રહ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સ માટે ગુજરાત સામે જીત નોંધાવવી એટલી સરળ નહીં હોય. ગુજરાત માટે આ સિઝન શાનદાર રહી છે. હાર્દિક પંડ્યાની ગુજરાત એવી ટીમ છે જેણે લીગ તબક્કામાં સૌથી વધુ મેચ જીતી છે. ગુજરાતે લીગ તબક્કામાં રમાયેલી 14માંથી 10 મેચ જીતી હતી અને ટીમ 20 પોઈન્ટ સાથે ટોચ પર રહી હતી.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
