IPL 2023 Prize Money : આઇપીએલમાં આ ખેલાડીઓ બન્યા માલામાલ, જાણો કોને મળ્યું કેટલું ઇનામ
IPL 2023 Prize Money: ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ઇન્ડિયન પ્રિમિયમ લીગ 2023ની ફાઇનલ મેચ રમાઇ હતી. ચેન્નાઇ સુપર કિંગ્સે આ મેચમાં ગુજરાત 5 વિકેટે હરાવ્યું હતું. આ સાથે આઇપીલએલનું સમાપન થયું હતું. આ આઇપીએલને કારણે ઘણા ખેલાડીઓ માલામાલ થઇ ગયા છે.
ફાઇનલ જીત્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે માત્ર ચમકદાર ટ્રોફી જ નહીં, પરંતુ કરોડો રૂપિયાની ઈનામી રકમ પણ મેળવી છે. આ સાથે જ ગુજરાત ટાઇટન્સને હાર્યા બાદ પણ મોટી ઇનામી રકમ આપવામાં આવી હતી.

ફાઇનલ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સ બની અમીર - IPL 2023ની ફાઈનલ મેચ જીત્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સને 20 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવી હતી. સમગ્ર વિશ્વમાં રમાતી વિવિધ T20 લીગમાં આ સૌથી વધુ છે.
ફાઇનલમાં હારેલી ટીમ ગુજરાત ટાઇટન્સને 12.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ત્રીજા નંબરે રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમને 7 કરોડ અને લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ, જે ચોથા નંબરે રહી હતી, તેને 6.5 કરોડ આપવામાં આવ્યા હતા.
આઈપીએલ બાકીની લીગ કરતા ઘણી આગળ છે - સમગ્ર દુનિયામાં રમાતી અલગ-અલગ T20 લીગમાંથી કોઈ પણ લીગમાં આટલી પ્રાઈઝ મની આપવામાં આવતી નથી. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પછી SA20 લીગમાં સૌથી વધુ ઈનામી રકમ આપવામાં આવે છે.
દક્ષિણ આફ્રિકા T20 લીગ જીતનારી ટીમને 15 કરોડ રૂપિયા આપવામાં આવે છે. આવા સમયે, કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) ટાઇટલ જીતનારી ટીમને 8.14 કરોડ રૂપિયા આપવામાં આવે છે. આ સિવાય પાકિસ્તાન સુપર લીગમાં આ રકમ માત્ર 3.40 કરોડ રૂપિયા છે.

-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
