LSG vs MI: મુંબઈ અને લખનઉ વચ્ચે આજે કાંટાની ટક્કર, ઈકાના સ્ટેડિયમનો પિચ રિપોર્ટ અને હવામાન અપડેટ

LSG vs MI Pitch and Weather: આઈપીએલમાં આજે આ સિઝનની 63મી મેચ રમાશે. આ મેચ લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે. પોઈન્ટ ટેબલની સ્થિતિને જોતા આ મેચ બંને ટીમો માટે ખૂબ મહત્વની છે. ત્રીજા નંબરે મુંબઈ અને ચોથા નંબરે લખનઉ છે.

હાલની મેચોમાં મુંબઈ ઈન્ડિયન્સે ધમાકેદાર બેટિંગ પ્રદર્શન કર્યુ છે. મુંબઈએ 200 કે તેથી વધુ રનનો લક્ષ્યાંક પણ હાંસલ કર્યો છે. છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાતને હરાવ્યુ હતુ. આ વખતે તેનો પ્રયાસ વધુ એક મોટી જીત નોંધાવીને પ્લેઑફ તરફ વધુ એક પગલું ભરવાનો રહેશે.

ipl 2023

લખનૌ સુપર જાયન્ટ્સના પ્રદર્શનની વાત કરીએ તો મિશ્ર રહ્યું છે. છેલ્લી મેચમાં લખનઉએ હૈદરાબાદને તેના જ મેદાન પર હરાવ્યુ હતુ. આનાથી ચોક્કસપણે તેમના આત્મવિશ્વાસને બુલંદ કરી શકે છે. જો કે, આને ઘર આંગણે રમવાનુ મહત્વનુ પરિબળ ગણી શકાય.

મુંબઈ ઈન્ડિયન્સની જે પ્રકારની બેટિંગ છે તેના પરથી કહી શકાય કે લખનઉ માટે આ મેચ બિલકુલ સરળ નહિ રહે. આ સિવાય પિચ અને હવામાનની સ્થિતિ પણ જોવી પડશે. અહીં લખનઉના ઈકાના સ્ટેડિયમની પિચ અને હવામાનની માહિતી આપવામાં આવી છે.

પિચ રિપોર્ટ

લખનઉના ઈકાના સ્ટેડિયમની પિચ આ સિઝનમાં બોલરો માટે સારી રહી છે. અહીં રમાયેલી મેચોમાં માત્ર એક જ મેચમાં સારો સ્કોર જોવા મળ્યો હતો. જે બાદ અહીં 160 રનથી ઉપરનો સ્કોર ન બની શક્યો. સ્પિન પિચ હોવાથી ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લઈ શકાય છે.

હવામાન અપડેટ્સ

દરેક વ્યક્તિ હવામાનની માહિતી વિશે ઉત્સુક છે કારણ કે લખનઉમાં એક મેચમાં વરસાદ પડ્યો હતો. આ મેચમાં સાંજે ગરમી ઓછી થશે અને તાપમાનમાં પણ ઘટાડો થશે. વરસાદની કોઈ શક્યતા નથી અને સંપૂર્ણ મેચ જોવા મળશે.

લખનઉ સુપર જાયન્ટ્સ

કાઈલ મેયર્સ, ક્વિન્ટન ડી કૉક (કીપર), પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા (કેપ્ટન), અમિત મિશ્રા, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુદ્ધવીર સિંહ ચરક, અવેશ ખાન, આયુષ બદોની, સ્વપ્નિલ સિંહ, ડેનિયલ સેમ્સ, દીપક હુડા, અર્પિત ગુલેરિયા, કૃષ્ણપ્પા ગૌતમ, મોહસિન ખાન, કરુણ નાયર, મનન વોહરા, માર્ક વૂડ, નવીન-ઉલ-હક, રોમારિયો શેફર્ડ, કરણ શર્મા.

મુંબઈ ઈન્ડિયન્સ

ઈશાન કિશન (કીપર), રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, નેહલ વઢેરા, કેમેરન ગ્રીન, વિષ્ણુ વિનોદ, ટિમ ડેવિડ, ક્રિસ જૉર્ડન, પીયૂષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, કુમાર કાર્તિકેય, આકાશ મધવાલ, રમનદીપ સિંહ, ડેવાલ્ડ બ્રેવિસ , સંદીપ વૉરિયર, હૃતિક શોકીન, રિલે મેરેડિથ, શમ્સ મુલાની, અર્જુન તેંડુલકર, તિલક વર્મા, ડુઆન જૉન્સન, અરશદ ખાન, ટ્રીસ્ટન સ્ટબ્સ, રાઘવ ગોયલ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X