IPL 2023 MI vs LSG: માર્કસ સ્ટોઇનિસની તોફાની બેટિંગ, મુંબઇને મળ્યુ 178 રનનુ લક્ષ્ય
IPL 2023માં આજે એક મહત્વપૂર્ણ મેચ રમાઈ રહી છે. એક તરફ રોહિતનું મુંબઈ અને બીજી બાજુ પંડ્યાનું લખનૌ છે. મેચમાં ટોસ થયો છે. મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટસે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 177 રન બનાવ્યા હતા.

શરૂઆતમાં જ 3 વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન કૃણાલ પંડ્યા અને માર્કસ સ્ટોઇનિસે કમાન સંભાળી હતી. કૃણાલ પંડ્યા 49 રન બનાવી ઘાયલ તથા રિટાયર્ડ હર્ટ થયા હતા. માર્કસ સ્ટોઇનિસે 47 બોલમાં 89 રન બનાવી અણનમ રહ્યાં હતા. સ્ટોઇનિસે 8 સિક્સ અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઉપરાંત નિકોલસ પુરને 8 બોલમાં 8 રન બનાવી અણનમ ઇનિંગ રમી હતી.
મુંબઇના બોલર જેસન બેહરનડોફે 4 ઓવરમાં 30 રન આપી 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત પિયુષ ચાવલાને પણ 1 વિકેટ મળી હતી. ક્રિસ જોર્ડન મુંબઇ માટે મોંઘા સાબિત થયા હતા. તેમણે 4 ઓવરમાં 50 રન આપ્યા હતા.
પોઈન્ટ ટેબલની વાત કરીએ તો મુંબઈની ટીમ ત્રીજા નંબર પર છે. લખનૌની ટીમ ચોથા નંબર પર હાજર છે. આજની જીત અને હાર IPL 2023માં બંને ટીમોનું ભવિષ્ય નક્કી કરશે. જો આપણે મુંબઈની વાત કરીએ તો તમને જોવા મળશે કે ટીમ સતત જીત નોંધાવી રહી છે.
લખનૌની પીચની વાત કરીએ તો તેને બેટ્સમેનો માટે સારી માનવામાં આવી રહી છે. જો કે મેચની શરૂઆતની ક્ષણોમાં ઝડપી બોલરોની મદદ મળતી જોવા મળશે. આવી સ્થિતિમાં, જે પણ ટીમ પ્રથમ બેટિંગ કરશે, તેની નજર ચોક્કસપણે મોટા સ્કોર પર રહેશે.
મુંબઈની પ્લેઈંગ 11: રોહિત શર્મા, ઈશાન કિશન, કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, નેહલ વાધેરા, ટિમ ડેવિડ, હૃતિક શોકીન, પીયૂષ ચાવલા, ક્રિસ જોર્ડન, કુમાર કાર્તિકેય, આકાશ માધવાલ, જેસન બેહરનડોર્ફ.
લખનૌની પ્લેઈંગ 11: ક્વિન્ટન ડી કોક, કાયલ મેયર્સ, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઈનિસ, નિકોલસ પૂરન, કૃણાલ પંડ્યા, આયુષ બદોની, કે ગૌતમ, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, અમિત મિશ્રા, અવેશ ખાન.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
