IPL 2023: કોલકત્તા અને હૈદરાબાદ વચ્ચે આજે હાઈ-વોલ્ટેજ મેચ, જાણો ઈડન ગાર્ડન સ્ટેડિયમનો પિચ રિપોર્ટ અને વેધર
IPL 2023, KKR vs SRH: કોલકાતા નાઈટ રાઈડર્સ આજે 14 એપ્રિલે પોતાના ઘરમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ભીડાશે. કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે IPL 2023ની 19મી મેચ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાવાની છે.
નીતિશ રાણાની આગેવાની હેઠળની ટીમે તેમની આગામી બે ગેમ જીતીને શાનદાર પુનરાગમન કર્યુ હતુ. સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સ સામે IPL 2023 સિઝનમાં તેમની પ્રથમ જીત નોંધાવી હતી. એડન માર્કરામની ટીમ હવે જીત જાળવી રાખવાનો પ્રયાસ કરશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની આજની મેચમાં હવામાનની કોઈ સમસ્યા રહેશે નહીં. કોલકાતામાં આજે શુક્રવારે મોટે ભાગે તડકો રહેવાની ધારણા છે. વરસાદની સંભાવના ઘણી ઓછી છે. 14 એપ્રિલે પવનની ઝડપ 10-25 કિમી/કલાકની આસપાસ રહેવાની ધારણા છે, જ્યારે તાપમાન 29°C થી 41°Cની આસપાસ રહેવાની ધારણા છે.
કોલકાતાનુ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ બેટિંગ માટે ખૂબ જ સપોર્ટિવ છે. T20 ક્રિકેટમાં અહીં ઘણી હાઈ સ્કોર મેચ રમાઈ છે. જો કે, અહીં સ્પિનરોને થોડી મદદ મળી શકે છે, જ્યારે બેટ્સમેનોને ઝડપી બોલરો સામે જોરદાર રીતે હાથ ખોલવાની તક મળે તેવી અપેક્ષા છે.
આ પીચ પર 78 આઈપીએલ મેચ રમાઈ છે, જેમાં પ્રથમ રમતી ટીમ 32 મેચ જીતી છે, જ્યારે ટાર્ગેટનો પીછો કરતી ટીમ 45 વખત મેચ જીતી છે.
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ
નીતિશ રાણા (કેપ્ટન), રહેમાનુલ્લાહ ગુરબાઝ, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, સુનિલ નારાયણ, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, ટિમ સાઉદી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અનુકુલ રૉય, રિંકુ સિંહ, નારાયણ જગદીસન, વૈભવ અરોરા, સુયશ શર્મા, ડેવિડ વાઈસ, કુલવંત ખેજરોલિયા, મનદીપ સિંહ, લિટન દાસ, જેસન રૉય.
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ
એડન માર્કરામ (કેપ્ટન), અબ્દુલ સમદ, ઉમરાન મલિક, વોશિંગ્ટન સુંદર, રાહુલ ત્રિપાઠી, અભિષેક શર્મા, કાર્તિક ત્યાગી, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, એડન માર્કરમ, માર્કો જોન્સન, ગ્લેન ફિલિપ્સ, ફઝલહક ફારૂકી, હેરી બ્રુક મયંક અગ્રવાલ, હેનરિક ક્લાસેન, આદિલ રશીદ, મયંક માર્કંડે, વિવંત શર્મા, સમર્થ વ્યાસ, સનવીર સિંહ, ઉપેન્દ્ર સિંહ યાદવ, મયંક ડાગર, નીતિશ કુમાર રેડ્ડી, અકીલ હુસેન, અનમોલપ્રીત સિંહ.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
