IPL 2023 GT vs DC: શમીની 4 વિકેટ, દિલ્હીએ બનાવ્યા 130 રન
IPLની 44મી મેચ આજે 2જી મે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. દિલ્હીએ ગુજરાત સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ શરૂઆતમાં જ વિકેટો ગુમાવી દીધી હતી. દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 130 રન બનાવ્યા હતા.

દિલ્હી તરફથી બેટિંગ કરતા શરૂઆતની 5 વિકેટમાં પ્રિયમ ગર્ગે 10 રન બનાવ્યા હતા. બાકીના બેટ્સમેન સિંગલ ડીજીટમાં આઉટ થયા હતા. જે બાદ અક્ષર પટેલે 30 બોલમાં 27 રન બનાવ્યા હતા. આ સાથે અમન ખાને ફિફ્ટી ફટકારી હતી. અમને 44 બોલમાં 51 રન બનાવ્યા હતા. આ ઉપરાંત રિપલ પટેલે 23 રનની ઇનિંગ રમી હતી.
ગુજરાતની બોલિંગની વાત કરીયે તો ગુજરાતના અનુભવી બોલર મોહમ્મદ શમીએ 4 વિકેટ ઝડપી હતી. દિલ્હીના શરૂઆતી બેટ્સમેનોને શમીએ જ પવેલીયનનો રસ્તો બતાવ્યો હતો. મોહિત શર્મા પણ 2 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો.
અફઘાનિસ્તાનના ટોપ ઓલરાઉન્ડર અને ગુજરાત ટાઇટન્સના બોલર રાશિદ ખાનને પણ 1 વિકેટ મળી હતી. આ સાથે રિદ્ધીમાન સાહાએ 3 કેચ પકડી ટીમને મજબુતી તરફ વાળી હતી.
આજે જીટી સામે ડીસી માટે 'કરો યા મરો' મેચ છે. આ લો સ્કોરિંગ મેચમાં હવે ગુજરાત બાજી મારી પ્લેઓફની દાવેદારી વધારે મજબુત કરશે કે દિલ્હી આ લક્ષ્ય ડિફેન્ડ કરવામાં સક્ષમ રહેશે તે જોવુ રહ્યું.
જો દિલ્હી મેચ જીતવામાં સફળ નહીં થાય તો તેના માટે 16મી સિઝનની સફર લગભગ ખતમ થઈ જશે. આગળની મેચો માત્ર ઔપચારિકતા જ રહેશે. દિલ્હીને લીગમાં ટકી રહેવા માટે આ મેચ જીતવી પડશે.
ગુજરાત ટાઇટન્સે તેની પ્રથમ આઠ મેચમાંથી છમાં જીત મેળવી છે, જ્યારે દિલ્હી અત્યાર સુધીમાં આઠમાંથી છ મેચ હારી છે. જોકે, તેઓ બે મેચ જીત્યા છે. એક તરફ ગુજરાતની ટીમ મહત્તમ 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે તો બીજી તરફ દિલ્હીની ટીમ ન્યૂનતમ ચાર પોઈન્ટ સાથે છેલ્લા સ્થાને છે.
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બેટ્સમેનો માટે ખૂબ જ મદદરૂપ છે. અહીં ટાર્ગેટનો પીછો કરતી ટીમોને વધુ સફળતા મળી છે. 1 લાખ 32 હજાર દર્શકોની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
