IPL 2023: આજે બેંગલોરની જીત માટે ફેન્સે કર્યો હવન, કહ્યું- કિંગને ગંભીર સમસ્યાઓથી દુર રાખો
આઈપીએલ પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે આરસીબીએ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે જીત મેળવવી પડશે. આરસીબી પાસે લીગ તબક્કામાં હજુ બે મેચ રમવાની છે અને આ બંને મેચમાં ટીમે જીત મેળવવાનો પ્રયાસ કરવો પડશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ પહેલા ખેલાડીઓની સાથે ચાહકો પણ ટેન્શનમાં જોવા મળી રહ્યા છે. RCBની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે. વિરાટ કોહલીના ફેન્સ ઘણા સમયથી IPLની પ્રથમ ટ્રોફીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ અત્યાર સુધી ચાહકોને માત્ર નિરાશા જ હાથ લાગી છે.

આ મેચ પહેલા RCB ફેન્સનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં ફેન્સ ટીમની જીત માટે પ્રાર્થના કરતા જોવા મળે છે. પૂજા દરમિયાન, એક ચાહક આરતી અને ફૂલોના હાર ચઢાવે છે અને કહે છે, "હે ભગવાન, અમારા રાજાને ગંભીર સમસ્યાઓથી દૂર રાખો અને તેમને વિજય આપો."
આ અનોખી પૂજાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના પર ફેન્સ પણ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આરસીબીએ તેમની છેલ્લી મેચમાં ધમાકેદાર જીત મેળવી હતી. રાજસ્થાનને 112 રને હરાવ્યા બાદ ટીમના ખેલાડીઓ ઉત્સાહમાં છે.
Bangalore fans go to any limit for playoffs, Ee Sala Cup Namde ❤️ #VictoryHavan #Playoffs #SRHvRCB pic.twitter.com/m9bGs10ogh
— Johns. (@CricCrazyJohns) May 18, 2023
મુંબઈ ઈન્ડિયન્સ સિવાય માત્ર RCB ટીમ પાસે 16 પોઈન્ટ સુધી પહોંચવાની તક છે. RCBના 12 મેચમાં 12 પોઈન્ટ છે અને તેની નજર સતત બીજી જીત પર હશે. જો તે હૈદરાબાદને હરાવવામાં સફળ રહેશે તો તેની છેલ્લી મેચ ગુજરાત સામે થશે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ







Click it and Unblock the Notifications
