IPL 2023 : કોલકત્તા સામે હંમેશા ભારે પડ્યું છે ચેન્નાઇ, જાણો KKR vs CSK Head to head રેકોર્ડ
IPL 2023 (KKR vs CSK Head to head) : આઇપીએલમાં રવિવારની બીજી મેચમાં ચોક્કા-છક્કાનો વરસાદ જોવા મળી શકે છે. આ મેચ કલકત્તા નાઇટ રાઇટર (KKR) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) વચ્ચે ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે. KKR ઘરેલુ ક્રાઉડ સામે રમવું એક પ્લસ પોઇન્ટ માનવામાં આવે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે આ સિઝનમાં અત્યાર સુધી ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. ધોનીના નેતૃત્વમાં આ ટીમે 6 મેચમાં 4 વખત જીત મેળવી છે અને 8 પોઈન્ટ મેળવ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ચેન્નાઈ આ મેચમાં પણ શાનદાર પ્રદર્શન કરી શકે છે.

કેકેઆરનું પ્રદર્શન ખાસ રહ્યું નથી. અત્યાર સુધી 6 મેચોમાં KKRને બે વખત જીતવાની તક મળી છે. જો આપણે ટેબલ પર નજર કરીએ, તો KKR તેમાં આઠમા સ્થાને છે.
KKR vs CSK Head to Head Stats - ચેન્નાઈ સુપર કિંગ્સ અને KKR વચ્ચે અત્યાર સુધી રમાયેલી IPL મેચોમાં ચેન્નાઈ સુપર કિંગ્સે બાજી મારી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 27 મેચ રમાઈ છે. ચેન્નાઈએ આમાંથી 17માં જીત મેળવી છે. KKRએ 9 મેચ જીતી છે અને એક મેચ ડ્રો રહી છે.
હાઈએસ્ટ સ્કોર મામલે ચેન્નાઈ આગળ - બંને ટીમો વચ્ચે રમાયેલી તમામ મેચોમાં હાઈએસ્ટ સ્કોરનો રેકોર્ડ પણ ચેન્નાઈ સુપર કિંગ્સના નામે છે. ચેન્નાઈ તરફથી એક ઇનિંગ્સમાં સૌથી વધુ 220 રન બનાવ્યા છે. બીજી તરફ જો KKRના આંકડા પર નજર કરીએ તો તેમનો સર્વોચ્ચ સ્કોર 202 રન છે.
ન્યૂનતમ સ્કોરમાં KKR આગળ - એક ઇનિંગ્સમાં સૌથી ઓછા સ્કોરનો અનિચ્છનીય રેકોર્ડ KKRના નામે નોંધાયેલો છે. KKRએ ચેન્નાઈ સામે સૌથી ઓછો 108 રન બનાવ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સે KKR સામે 114 રનનો સૌથી ઓછો સ્કોર હાંસલ કર્યો છે. આ રીતે KKR અહીં પણ પાછળ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
