IPL 2023 Auction : આઇપીએલ 2023માં રમશે આ ઘાતક ઓલરાઉન્ડર, મિની ઓક્શનમાં આવ્યું નામ
IPL 2023 Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગની અગાઉની સિઝન માટે પ્લેયર્સની હરાજી 23 ડિસેમ્બરના રોજ કોંચીમાં થશે. IPL 2023 માટે તમામ ફ્રેન્ચાઇઝીએ આઇપીએલના આગામી સિઝન માટે રિટેન્શન કે રિલિઝ પ્લેયરનું લીસ્ટ બીસીસીઆઇને સોંપી છે.
IPL 2023 Auction : ઇન્ડિયન પ્રીમિયર લીગની અગાઉની સિઝન માટે પ્લેયર્સની હરાજી 23 ડિસેમ્બરના રોજ કોંચીમાં થશે. IPL 2023 માટે તમામ ફ્રેન્ચાઇઝીએ આઇપીએલના આગામી સિઝન માટે રિટેન્શન કે રિલિઝ પ્લેયરનું લીસ્ટ બીસીસીઆઇને સોંપી છે. આ સાથે નવા ખેલાડીઓ પણ હરાજી માટે પોતાનું નામ આપવાનું શરૂ થઇ ગયા છે. આ વખતે ઘણા નવા ચહેરા મીનિ ઓક્શનમાં જોવા મળશે. જેમાં એક ઘાતક ઓલરાઉન્ડર પણ શામેલ છે.

આ વિસ્ફોટક ઓલરાઉન્ડર મિની ઓક્શનમાં જોવા મળશે
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીને ઈન્ડિયન પ્રીમિયર લીગની હરાજી માટે પોતાનું નામ આપ્યું છે. કેમરૂન ગ્રીનનું કહેવું છે કે, તે આ ટી20 લીગમાં રમવાને લઈને ઉત્સાહિત છે. કારણ કે, ત્યાં ક્રિકેટરને પોતાને સુધારવા માટે સારું વાતાવરણ મળે છે.

આઈપીએલનો હિસ્સો બનવા પર કહી આ વાત
ક્રિકેટ કોમ એયુ અનુસાર, કેમરૂન ગ્રીને જણાવ્યું હતું કે, મેં હરાજી માટે નામ આપ્યું છે. આ એક રોમાંચક અવસર હશે. ઘણા ખેલાડીઓ, ખાસ કરીને પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ, તેમના IPL અનુભવ વિશે ખૂબ સારી રીતે વાત કરે છે.
તેઓ ટીમના ઉચ્ચ સ્તરીય કોચ અને તમારી સાથે રહેતા ટોચના ખેલાડીઓ વિશે વાત કરે છે. તેઓ તમામ વિશ્વમાં તેમની કુશળતામાં શ્રેષ્ઠ છે. મેં હજૂ સુધી આ પ્રકારના વાતાવરણમાં વધારે મેચ રમી નથી. હું વધુ ને વધુ શીખવા માંગુ છું અને સંભવતઃ મને ત્યાં શીખવા માટે ખૂબ જ સારું વાતાવરણ મળશે.

ભારત સામે કર્યું હતું વિસ્ફોટક પ્રદર્શન
ગ્રીન, જેણે તાજેતરના સમયમાં તેની પાવર હિટિંગથી ઘણાને પ્રભાવિત કર્યા છે, તે આઈપીએલની હરાજીમાં પસંદ કરાયેલા ખેલાડીઓમાંથી એક હશે. તેને થોડા મહિના પહેલા ભારતમાં ટી20 સિરીઝ દરમિયાન ઓપનિંગ કરવાની તક આપવામાં આવી હતી, જેમાં તે ઘણો સફળ રહ્યો હતો. કેમરૂન ગ્રીને ટીમ ઈન્ડિયા સામે 3 માંથી 2 મેચમાં અડધી સદી ફટકારી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
